World

પરમાણુ યુદ્ધ શરૂ થશે : ઈરાન પર ટ્રમ્પ એટમ-બોમ્બ ફેંકશે ?

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પૂર્વ સાંસદ માર્જોરી-ટેલર-ગ્રીનના દાવાથી ખળભળાટ મચ્યો છે. વોશિંગ્ટનમાં તહેરાન પર પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે ઉપરા-ઉપરી બેઠકો ચાલી રહી છે, તેવો દાવો તેમણે કર્યો છે. જોકે, ગ્રીને કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ઈરાન સામે પરમાણુ કાર્યવાહીના ગંભીર વૈશ્વિક પરિણામો અંગે તેમણે ચેતવણી આપી છે. વ્હાઇટ હાઉસે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પરમાણુ યુદ્ધ શરૂ થશે : ઈરાન પર ટ્રમ્પ એટમ-બોમ્બ ફેંકશે ?
  • યુ.એસ. પૂર્વ સાંસદ માર્જોરી-ગ્રીનના દાવાથી હડકંપ
  • અમેરિકાનાં પૂર્વ કોંગ્રેસ વુમન માર્જોરી-ટેલર-ગ્રીન સ્પષ્ટ કહે છે વોશિંગ્ટનમાં તહેરાન ઉપર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા વિષે ઉપરા-ઉપરી બેઠકો ચાલી રહી છે

વોશિંગ્ટન : અમેરિકા-ઈરાન તંગદિલી સતત વધતી રહી છે. બંને દેશો એકબીજા અંગે મોટા મોટા દાવા કરી રહ્યા છે. તેવામાં અમેરિકાનાં પૂર્વ કોંગ્રેસ વૂમન માર્જોરી-ટેલર-ગ્રીને દાવો કર્યો છે કે વ્હાઇટ હાઉસમાં વરિષ્ઠ અધિકારીઓની ઉપરા-ઉપરી બેઠકો ચાલી રહી છે.
રવિવારે (અમેરિકન સમય પ્રમાણે) સોશ્યલ મીડિયા ઉપર ગ્રીને જણાવ્યું હતું કે તે હાઈ-લેવલ મંત્રણાઓ વાસ્તવિક હતી.
જોકે પોતાના તે દાવા અંગે ગ્રીને કોઈ મજબૂત સાબિતી કે દસ્તાવેજ જણાવ્યા ન હતા કે, અધિકારીઓનાં નામ પણ દર્શાવ્યા ન હતાં તે અલગ વાત છે.
ગ્રીને સીધો જ આક્ષેપ કર્યો કે ટ્રમ્પ વહીવટી તંત્ર પોતાનાં જ જાસૂસી આંકલનોને નજર અંદાજ કરી રહ્યું છે. પરંતુ આ આંકલનો ઉપરથી અંદાજ મળી શકે છે કે, ઈરાન હજી પરમાણુ શસ્ત્ર બનાવવાની સ્થિતિમાં નથી. બીજી તરફ અમેરિકા, ઈઝરાયલ દ્વારા અપાતી ચેતવણીઓને વધુ મહત્વ આપી રહ્યું છે.
આ સાથે ગ્રીને ઈરાન સામે કોઈપણ પરમાણુ કાર્યવાહીનાં ગંભીર વૈશ્વિક પરિણામો વિષે પણ ચેતવણી આપી છે. તેઓ કહે છે કે તેથી એટલો મોટો સેનાકીય સંઘર્ષ ઉભો થશે કે તેથી ખૂબ જ મોટા પ્રમાણમાં જાન-માલનું નુકસાન થશે. તેથી વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર પડશે. સાથે તેમણે તે પણ યાદ આપી હતી કે એક સમયે તો ટ્રમ્પ વિદેશી યુદ્ધોથી દૂર રહેવાની વાત કરતા હતા તે બધું ક્યાં ગયું ?
જોકે વ્હાઈટ હાઉસે ગ્રીનનાં આ વિધાનો અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. અમેરિકાનાં સંરક્ષણ અધિકારીઓએ જાહેરમાં તેની પુષ્ટિ કરી નથી કે વોશિંગ્ટને તેની પરમાણું નીતિમાં કોઈ પરિવર્તન કર્યું નથી કે ઈરાન વિરૂદ્ધ એટમિક એટેક માટે કોઈ તૈયારી શરૂ કરી નથી.
આમ છતાં તે યાદ રહે કે ઈરાન-અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલતી તંગદિલી તથા અટકી ગયેલી રાજદ્વારી ગતિવિધિ વખતે જ ગ્રીનનું આ નિવેદન આવ્યું છે. તેઓ પહેલેથી જ ઈરાન અંગેની અમેરિકાની નીતિનો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ તેઓ ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થક છે. આ તબક્કે તો તત્કાળ અમેરિકા પરમાણુ બોમ્બ વાપરે તેમ દેખાતું નથી. પરંતુ ગ્રીનનાં વિધાનોને તદ્દન નજરઅંદાજ પણ કરી શકાય તેમ નથી.