'હવે તમારો જ વારો છે': મક્કા કરાર પાકિસ્તાન માટે ગળાનો ફાંસો બન્યો; હૂથીઓએ આપી સીધા હુમલાની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Islamic NATO : પાકિસ્તાન દ્વારા તુર્કીએ અને સાઉદી અરેબિયા સાથે મળીને બનાવવામાં આવેલું કથિત 'ઇસ્લામિક નાટો' હવે પાકિસ્તાન માટે જ ગળાનો ફાંસો સાબિત થઈ રહ્યું છે. ગત 7 ઓગસ્ટે સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીએ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેને 'મક્કા પેક્ટ' કહેવામાં આવે છે. આ કરાર મુજબ જો આ ત્રણેય દેશોમાંથી કોઈપણ એક દેશ પર હુમલો થાય, તો તેને ત્રણેય પર થયેલો હુમલો ગણવામાં આવશે અને સંયુક્ત પ્રતિક્રિયા આપવામાં આવશે. તુર્કીએ દ્વારા આ કરારને નાટો જેવો જ કરાર ગણાવવામાં આવ્યો હતો, જેના કારણે તેને 'ઇસ્લામિક નાટો' તરીકે ઓળખવામાં આવે છે.
મક્કા પેક્ટ પર સહી કર્યા બાદ પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો
જોકે, આ કરાર પર સહી કર્યા બાદ પાકિસ્તાનની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. એક તરફ સાઉદી અરેબિયા વિરુદ્ધ યમનના હૂથી વિદ્રોહીઓના સતત હુમલાઓ પર પાકિસ્તાનની શંકાસ્પદ નિષ્ક્રિયતાને કારણે આખી દુનિયામાં તેની આલોચના થઈ રહી છે, તો બીજી તરફ હૂથીઓએ પાકિસ્તાન અને તુર્કીએને પણ સીધા હુમલાની ખુલ્લી ધમકી આપી દીધી છે. હૂથી નેતા અલ બુખૈતીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઇસ્લામાબાદ અને અંકારા આ યુદ્ધમાં સૈન્ય દખલ કરશે, તો તેમના પર પણ સીધા પ્રહારો કરવામાં આવશે. અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર લેફ્ટનન્ટ જનરલ એચ.આર. મેકમાસ્ટરે પણ આ મક્કા કરાર પાછળ પાકિસ્તાનના ઈરાદાઓ શંકાસ્પદ હોવાનું જણાવ્યું છે.
હૂથી વિદ્રોહીઓ બંન્ને દેશોને ધમકાવ્યા
બીજી તરફ, યમનના ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા વિરુદ્ધ સંઘર્ષ વધુ તીવ્ર બનાવીને નવો મોરચો ખોલી દીધો છે. તાજેતરમાં જ હૂથીઓએ બેલિસ્ટિક મિસાઈલ દ્વારા સાઉદીની રાજધાની રિયાધ તેમજ યનબુમાં આવેલા અરામકોના તેલ સંસ્થાપનો અને અન્ય અસૈન્ય માળખાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને સાઉદી ગઠબંધને નિષ્ફળ બનાવ્યો હતો. અગાઉ પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ કરાવીને શાંતીદૂત બનવાના નિરર્થક પ્રયાસો કર્યા હતા. આમ, પોતાની કૂટનીતિ અને મક્કા કરારના માધ્યમથી પોતાની વિદેશ નીતિ ચમકાવવા જનાર પાકિસ્તાન માટે આ સ્થિતિ હવે મુસીબતનું ઘર બની ગઈ છે.




