World

ઉત્તર કોરીયાના સતત પરમાણુ પરીક્ષણોથી નિષ્ક્રીય ભૂકંપ ઝોન સક્રિય

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણોને કારણે પ્યોનગોંગમાં 2000 વર્ષ પછી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. 2008થી 2025 દરમિયાન અહીં 1,399 ભૂકંપ નોંધાયા છે. 2006થી 2017 વચ્ચે છ પરમાણુ પરીક્ષણો થયા, જેના પરિણામે 2017માં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ સિસ્મિક ઝોન ફરી સક્રિય થતાં નિષ્ણાતો ચિંતિત છે. ઉત્તર કોરિયાએ તાજેતરમાં મિસાઈલ, તોપ અને ડ્રોનનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ પણ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર કોરીયાના સતત પરમાણુ પરીક્ષણોથી નિષ્ક્રીય ભૂકંપ ઝોન સક્રિય

પ્યોનગોંગ : ઉત્તર કોરીયાએ છેલ્લા કેટલાક વર્ષમાં ઘણી વખત પરમાણુ પરીક્ષણ કર્યુ છે. તેના કારણે હવે જ્યાં બે હજાર વર્ષથી ભૂકંપનો એક ઝાટકો પણ આવતો ન હતો તે વિસ્તારમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે, કારણ કે પરમાણુ પરીક્ષણોના કારણે ત્યાં સિસ્મિક ઝોન એક્ટિવ થઈ ગયો છે. અભ્યાસ મુજબ આ વિસ્તારમાં ૨૦૦૮થી ૨૦૨૫ સુધીમાં ૧,૩૯૯ ભૂકંપ આવી ચૂક્યા છે.
ઉત્તર કોરીયાના આ વિસ્તારમાં ૨૦૧૩ પહેલા ક્યારેય ભૂકંપ આવ્યો જ ન હતો.૨૦૦૬થી ૨૦૧૭ સુધી ઉત્તર કોરીયાએ અહીં કમસેકમ છ વખત પરમાણુ પરીક્ષણ કર્યુ હતુ. અહેવાલ મુજબ આ વિસ્તારમાં પહેલી જ વખત ૨૦૧૩માં ભૂકંપ આવ્યો. તે સમયે અહીં ત્રીજું પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૭માં અંતિમ પરમાણુ પરીક્ષણ પછી ભૂકંપની તીવ્રતા અને ફ્રીકવન્સી બંને વધી ગયા. ૨૦૧૭માં આ વિસ્તારમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
જાણકારોએ જણાવ્યું હતું કે ઉત્તર કોરીયાની મંતાપ પર્વતમાળામાં આવેલો ભૂકંપો આટલા શક્તિશાળી ન હતા. તેમની તીવ્રતા બેથી ત્રણની વચ્ચે હતી. તેથી તેનું કેન્દ્ર પણ ધરતીથી વધારે નીચે ન હતુ. યુનિવર્સિટીના એક પ્રોફેસરે જણાવ્યું હતું કે અમારી પાસે બે હજાર વર્ષનો રેકોર્ડ છે.

અહીં ક્યારેય ભૂકંપ આવ્યો તેમ તો ન કહેવાય, પરંતુ તે વાતનો પણ જરા પણ ઇન્કાર ન કરી શકાય કે અહીં સિસ્મિક પ્રવૃત્તિઓ ઘણી ઓછી હતી, જે હવે વધી ગઈ છે.
કેટલાય જાણકારોનું કહેવું છે કે ૨૦૧૭ પછી મંતાપની પર્વતમાળા તેના જૂના સ્વરૂપમાં પરત આવી ગઈ છે. જાણકારોનું કહેવું છે કે ૨૦૦૦ના વર્ષ પહેલા આ વિસ્તારમાં વારંવાર ભૂકંપ આવતા હતા. તેના પછી ૨૦૦૦ વર્ષ સુધી ભૂકંપ બંધ રહ્યા હતા, હવે પરમાણુ પરીક્ષણોના લીધે આ સિસ્મિક ઝોન ફરીથી સક્રિય થઈ ગયા છે.
ઉત્તર કોરીયાએ જણાવ્યું હતું કે સોમવારે તેણે મિસાઇલો, તોપ અને ડ્રોનનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ કર્યો. તેમા ગોળીબારીની ભીષણ વિનાશકારી ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું. સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે શનિવારે કરવામાં આવેલા યુદ્ધાભ્યાસનું ધ્યેય સંયુક્ત મારક નિયંત્રણ ક્ષમતા પ્રણાલિની સંચાલકીય પ્રક્રિયાનું પરીક્ષણ કરવાનું હતું.