World

ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
ઉત્તર કોરિયાએ 20 સપ્ટેમ્બર 2026, રવિવારે કોરિયાઈ દ્વીપકલ્પના પૂર્વમાં સમુદ્ર તરફ એક બેલિસ્ટિક મિસાઇલ છોડી. આ મિસાઇલ વોનસાન વિસ્તારમાંથી દાગવામાં આવી હતી અને જાપાનના EEZ બહાર પડી હતી. છેલ્લા એક સપ્તાહમાં આ બીજો મિસાઇલ ટેસ્ટ છે, જેનાથી અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયામાં તણાવ વધ્યો છે. દક્ષિણ કોરિયાએ NSC બેઠક બોલાવી UNSC પ્રસ્તાવનો ભંગ ગણાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં

North Korea Launches Ballistic Missile: ઉત્તર કોરિયાએ 20 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ કોરિયાઈ દ્વીપકલ્પના પૂર્વમાં સમુદ્ર તરફ એક બેલિસ્ટિક મિસાઇલ દાગી હતી. જાપાનના સંરક્ષણ મંત્રાલય અને દક્ષિણ કોરિયાના સંરક્ષણ દળો અનુસાર, આ મિસાઇલ ઉત્તર કોરિયાના વોનસાન (Wonsan) વિસ્તારમાંથી છોડવામાં આવી હતી, અને તે જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) ની બહાર જઈને પડી હતી. છેલ્લા એક સપ્તાહમાં ઉત્તર કોરિયાનો આ બીજો મિસાઇલ ટેસ્ટ છે. આ પહેલા 12 સપ્ટેમ્બર 2026 ના રોજ પણ મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અમેરિકા અને જાપાન ઉત્તર કોરિયાથી નારાજ

ઉત્તર કોરિયાનો આ આકરો નિર્ણય અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે તાજેતરમાં યોજાયેલા સંયુક્ત નૌકાસૈન્ય અભ્યાસ બાદ આવ્યો છે. આ સૈન્ય કવાયત 29 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર 2026 દરમિયાન ગુઆમ (Guam) નજીક યોજાઈ હતી. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે શુક્રવારે નિવેદન આપ્યું હતું કે, અમેરિકાની આગેવાની હેઠળની સૈન્ય કવાયતો જ કોરિયાઈ દ્વીપકલ્પમાં તણાવ વધારવા માટે જવાબદાર છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ઉત્તર કોરિયા પોતાના અણુશસ્ત્રોને મજબૂત કરવાની નીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં.

દક્ષિણ કોરિયાએ બોલાવી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) ની બેઠક

મિસાઇલ લોન્ચના સમાચાર મળતાં જ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે તાત્કાલિક રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) ની બેઠક બોલાવી હતી. દક્ષિણ કોરિયાએ આ પરીક્ષણની સખત શબ્દોમાં નિંદા કરી છે, અને પ્યોંગયાંગને આવી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ તરત જ બંધ કરવા અપીલ કરી છે. NSC એ ભારપૂર્વક જણાવ્યું કે, આ મિસાઇલ લોન્ચિંગ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના પ્રસ્તાવનો સીધો ભંગ છે.