Get The App

ન્યૂયોર્કના મેયર મમદાનીએ સબવેમાં કુરાન પર હાથ રાખીને શપથ લીધા

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
ન્યૂયોર્કના મેયર મમદાનીએ સબવેમાં કુરાન પર હાથ રાખીને શપથ લીધા 1 - image


- સત્તાવાર શપથ સમારંભ સિટી હોલમાં યોજાયો હતો

- મમદાનીએ 9/11 વખતે અલ કાયદાના આતંકીનો કેસ લડનારા વકીલ રમજી કાસેમને ટોચના કાયદાકીય પદે નીમ્યા 

વોશિંગ્ટન : ન્યૂયોર્કના ભારતીય મૂળના મેયર ઝોહરાન મમદાનીએ મેનહટનના બંધ પડેલા ઐતિહાસિક સબવે સ્ટેશનમાં કુરાન પર હાથ લઈને શપથ લીધા હતા. ડેમોક્રેટ મમદાનીએ અમેરિકાના સૌથી મોટા શહેરના સૌપ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે. મમદાનીએ જણાવ્યું હતું કે એક જબરદસ્ત સન્માન અને મળેલો વિશેષાધિકાર છે. તે મારા જીવન પર અમીટ છાપ છોડી જશે. 

તેના પછી તેઓ સિટી હોલનમાં બપોરે એક વાગે જાહેર સમારંભમાં ગ્રાન્ડ સ્ટાઇલમાં શપથ લેશે. અમેરિકન સેનેટર બર્ની સેન્ડર્સની હાજરીમાં તે શપથ લેશે. તેઓ મેયરના રાજકીય હીરોમાં એક છે. આ શપથવિધિની સાથે મમદાની પર અમેરિકન રાજકારણની સૌથી મહત્ત્વની જોબ હશે. તેઓ આ સાથે એવા રાજકારણી હશે જેના પર અમેરિકામાં સૌથી વધુ નજર હશે. મમદાની શહેરના સૌપ્રથમ મુસ્લિમ મેયર છે. તેની સાથે તે સૌપ્રથમ સાઉથ એશિયન મેયર પણ છે અને સૌપ્રથમ આફ્રિકન બોર્ન મેયર પણ છે. ફક્ત ૩૪ વર્ષની વયે મેયર બનીને દેશના સૌથી યુવાન મેયર બન્યા છે.

તેમના કેમ્પેઇનનો મુખ્ય શબ્દ હતો એફોર્ડેબિલિટી. વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં જીવનધોરણ ખર્ચ નીચે લાવવાની મમદાનીની વાત સૌને સ્પર્શી ગઈ હતી. મામદાનોની ઉછેર ૯-૧૧ પછી મુસ્લિમોને ખાસ આવકારવામાં આવતા ન હતા તેવા ન્યૂયોર્ક શહેરમાં થયો છે. તે ૨૦૧૮માં અમેરિકન નાગરિક બન્યા હતા.  તેમણે ડેમોક્રેટિક ઉમેદવારો માટે રાજકીય પ્રચાર અભિયાનો હાથ ધર્યા હતા. વર્તમાન પ્રમુખ ટ્રમ્પે તેમને લઈને વ્યક્ત કરેલી નારાજગી જગજાહેર છે.ન્યૂયોર્કના નવા ચૂંટાયેલા મેયર મમદાનીએ વિવાદાસ્પદ વકીલ રમજી કાસેમને શહેરના ટોચના કાયદાકીય અધિકારી તરીકે નીમી રહ્યા છે. કાસેમ અ જ વકીલ છે જેણે કોર્ટમાં અલકાયદાના આતંકી અલ-દરબીનો બચાવ કર્યો હતો.

હવે તેમની ન્યૂયોર્કના ચીફ કાઉન્સિલ તરીકે નિમણૂક થઈ રહી છે. જો કે રમજી કાસેમ બાઇડેન સરકારમાં પણ ઇમિગ્રેશન મામલામાં વરિષ્ઠ સલાહકાર રહી ચૂક્યા છે.