World

ટ્રમ્પને જાનથી મારવાનું 'નવું કાવતરું'? ઈઝરાયલના એક સિક્રેટ ઇનપુટે સળગાવી યુદ્ધની આગ: રિપોર્ટ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઇરાન યુદ્ધ વધુ આક્રમક બન્યું છે. ઇઝરાયલે અમેરિકાને માહિતી આપી છે કે, ઇરાને ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આ ગુપ્ત ઇનપુટના કારણે જ અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો. રિપોર્ટ્સ મુજબ, ઇઝરાયલે વોશિંગ્ટન સાથે ઇન્ટેલિજન્સ શેર કરી હતી, જેનાથી ટ્રમ્પને ફરી હુમલો કરવા ઉશ્કેરવામાં આવ્યા. ટ્રમ્પે પણ પોતાના જીવને ખતરો હોવાનું જણાવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પને જાનથી મારવાનું 'નવું કાવતરું'? ઈઝરાયલના એક સિક્રેટ ઇનપુટે સળગાવી યુદ્ધની આગ: રિપોર્ટ

Donald Trump Assassination Plot : અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખૂબ જ આક્રમક બની ગયું છે. ઇરાનના ઘણા શહેરોમાં તાજેતરમાં જ ધડાકા થયા. તેહરાને દાવો કર્યો કે, તેના 8 જવાનોના મોત થયા છે. આ દરમિયાન એક મહત્ત્વની માહિતી સામે આવી છે. ઈઝરાયલે અમેરિકાને ઇનપુટ આપ્યા છે કે, ઇરાને તેમની હત્યાનો પ્લાન બનાવ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ ગુપ્ત ઇન્ટેલ (ઇન્ટેલિજન્સ)ના કારણે જ અમેરિકાએ ઇરાન પર ફરીથી એટેક કર્યો. રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયલે વોશિંગ્ટન સાથે ઇન્ટેલિજન્સ શેર કરી છે, જેનાથી ખબર પડે છે કે, ઇરાને તાજેતરમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્લાન બનાવ્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઇન્ટેલનો સહારો લઈને ટ્રમ્પને ફરીથી હુમલો કરવા માટે ઉશ્કેરી દીધા. અમેરિકા-ઇરાન વચ્ચે સીઝફાયર થઈ ચૂક્યું હતું, પરંતુ આ એક ઇનપુટે, બંને દેશો વચ્ચે ફરીથી યુદ્ધ શરૂ કરાવી દીધું.

શું ઈઝરાયલની જાળમાં ફસાઈ ગયું અમેરિકા?

ઈઝરાયલનું આ ઇન્ટેલ સાચું હતું કે નહીં, તે કહી શકાતું નથી, પરંતુ કેટલાક અમેરિકન અધિકારીઓ આ વાતને લઈને ચિંતિત છે કે, ઈઝરાયલની ગુપ્ત માહિતી માત્ર ટ્રમ્પને ઉશ્કેરવાનો એક પ્રયાસ હતો. જો એવું હતું, તો પણ ઈઝરાયલ પોતાની યોજનામાં સફળ રહ્યું છે. અમેરિકાએ હવે ઇરાન પર પોતાના હુમલાઓ તેજ કરી દીધા છે.

ટ્રમ્પે પોતાની હત્યાની આશંકા પર શું કહ્યું?

ટ્રમ્પે પોતે જ આ અઠવાડિયે સંકેત આપ્યો હતો કે, તેમના જીવને ઇરાનથી ખતરો છે. નાટો (NATO) શિખર સંમેલન દરમિયાન અંકારામાં ટ્રમ્પે કહ્યું, 'તેઓ મને ખતમ કરવા માંગે છે. હું તેમની દરેક લિસ્ટમાં સામેલ છું. મેં આજે જ જોયું કે, હું તેમની દરેક એક યાદીમાં છું, અને અત્યાર સુધી, મને લાગે છે કે, હું થોડો ભાગ્યશાળી રહ્યો છું, પરંતુ કદાચ આ બહુ લાંબા સમય સુધી નહીં ચાલે.'

અયાતુલ્લાહ ખામેનેઈને દફનાવવામાં આવ્યા

નોંધનીય છે કે, ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખામેનેઈને મશહદમાં દફનાવવામાં (સુપુર્દ-એ-ખાક) આવ્યા છે. એક અઠવાડિયા સુધી ચાલેલી અંતિમ યાત્રા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમો બાદ, ખામેનેઈને મશહદમાં ઇમામ રઝાના પવિત્ર દરગાહ પરિસરની નજીક દફનાવવામાં આવ્યા. આ અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન દેશના ઘણા શહેરોમાં શ્રદ્ધાંજલિ સભાઓ અને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.