- ઈરાન તેમના રોગ વિષે વધારી વધારીને જાહેરાતો કરતું જાય સાથે ખરી-ખોટી વિગતો પણ ફેલાવતું જાય, તેથી હજી સુધી રોગ છુપાવી રાખ્યો
તેલ અવિવ : ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ તાજેતરમાં જણાવ્યું હતું કે, પોતે પ્રોસ્ટેટ ગ્લેન્ડના કેન્સર માટે સારવાર લઈ રહ્યાં છે. તેઓએ વધુમાં કહ્યું કે, તેમણે હજી સુધી તેમના આ રોગ વિષે જાહેરાત કરી ન હતી તે માટે મુખ્ય કારણ તે હતું કે, ઈરાનને તેમના આ રોગ વિષે માહિતી મળી જાય તો તે વાતને વધારી વધારીને જાહેર કરતું જાય સાથે સાચી-ખોટી વિગતો પણ ફેલાવતું રહે, તે કારણસહ જ તેમણે તેમના આ મહારોગ વિષે કોઈને કહ્યું ન હતું.
એક રૂટીન હેલ્થ ચેકઅપ દરમિયાન ઈઝરાયલી વડાપ્રધાનને આ ચિંતાજનક રોગ થયો હોવાનું અચાનક જાણવા મળ્યું હતું. તે વિષે 'ટ' પોસ્ટ ઉપર તેમણે જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે પણ તેમને પ્રોસ્ટેટ ગ્લેન્ડ કદમાં વધી ગઈ હોવાથી તે અંગે ટ્રીટમેન્ટ લીધી હતી પછી રાહત પણ થઈ હતી. તેવામાં તાજેતરમાં રૂટીન ચેકઅપ કરાવતાં એક સેન્ટીમીટર જેટલું સ્પોટ જોવામાં મળી આવ્યું હતું.
નેતન્યાહૂએ કહ્યું કે, પુરૂષોને વય વધતાં પ્રોસ્ટેટ ગ્લેન્ડની તકલીફ તો થતી જ હોય છે. પહેલી વખત તો પ્રોસ્ટેટ ગ્લેન્ડ ઉપરનું ટયુમર સર્જરીથી દૂર કરાયું હતું. પરંતુ એક વર્ષ પછી પ્રોસ્ટેટ ગ્લેન્ડ પર ૧ સેમી માપનું ચકામુ તો કેન્સર હોવાનું જ દર્શાવે છે. જોકે તે અંગે પણ ટ્રીટમેન્ટ શરૂ થઈ ચૂકી છે.


