World

વિદેશી રેસ્ક્યૂ ટીમોની મદદ લેવાનો નેપાળનો ચોખ્ખો ઇનકાર! મોતનો આંકડો 500ની નજીક

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળ-ચીન સરહદ નજીક ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં આવેલા ભયાનક પૂરથી 469 લોકોના મોત થયા છે અને સેંકડો ગુમ છે. નેપાળ સરકારે ભારત, ચીન સહિતના દેશોની બચાવ ટુકડીઓની મદદ ઠુકરાવી દીધી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની સુરક્ષા એજન્સીઓ રાહત અને બચાવ કામગીરી કરવા સક્ષમ છે. જોકે, આર્થિક સહાય આવકાર્ય છે. 1,545 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 1,000 લોકો હજુ ગુમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશી રેસ્ક્યૂ ટીમોની મદદ લેવાનો નેપાળનો ચોખ્ખો ઇનકાર! મોતનો આંકડો 500ની નજીક

Nepal Flood Rescue Operation : નેપાળ-ચીન સરહદ નજીક ભોટેકોશી અને ત્રિશૂલી નદી પ્રણાલીમાં આવેલી વિનાશક ફ્લેશ ફ્લડની હોનારતમાં ઓછામાં ઓછા 469 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ગુમ છે. આ કટોકટી વચ્ચે નેપાળ સરકારે ભારત અને ચીન સહિત અનેક દેશોની સર્ચ અને રેસ્ક્યૂ ટીમો તૈનાત કરવાની ઓફરનો અસ્વીકાર કર્યો છે. નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેમની પોતાની સુરક્ષા એજન્સીઓ આ રાહત અને બચાવ કામગીરી ચલાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

ભારત સહિતના દેશોની માંગણી ફગાવી

'ધ કાઠમંડુ પોસ્ટ' ના અહેવાલ મુજબ, ભારત, ચીન, અમેરિકા, બ્રિટન, જાપાન, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના દેશોએ પોતાના રેસ્ક્યૂ કર્મચારીઓ મોકલવા માટે સત્તાવાર વિનંતી કરી હતી. ભારતે પોતાના સેંકડો નાગરિકો ગુમ હોવાથી એનડીઆરએફ (NDRF) ની ટીમ મોકલવાની પરવાનગી માંગી હતી, પરંતુ નેપાળે આ વિનંતી પણ ફગાવી દીધી છે. નેપાળ સરકારે જણાવ્યું કે 2015ના ભૂકંપ દરમિયાન મોટી સંખ્યામાં આવેલી વિદેશી ટીમોના કારણે કોઓર્ડિનેશન અને વ્યવસ્થાપનમાં મુશ્કેલીઓ પડી હતી, તેથી આ નિર્ણય લેવાયો છે.

આર્થિક સહાય આવકાર્ય, પુનર્વસન પર ધ્યાન

બચાવ કામગીરી માટે ટીમો સ્વીકારવાનો ઇનકાર કરવા છતાં નેપાળ સરકારે આર્થિક અને માનવતાવાદી સહાયનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, નેપાળ ઈચ્છે છે કે વિદેશી નાણાકીય સહાય એક જ તંત્ર દ્વારા પ્રાપ્ત થાય, જ્યારે પુનર્વસન અને પુનઃનિર્માણના તબક્કા દરમિયાન વધુ આંતરરાષ્ટ્રીય સહયોગ માંગવામાં આવશે. અમેરિકાએ $500,000 ની આર્થિક મદદની જાહેરાત કરી છે અને ડબ્લ્યુએચઓ (WHO) એ ઇમરજન્સી મેડિકલ સપ્લાય મોકલ્યો છે.

બચાવ કામગીરી અને ગુમ વિદેશી નાગરિકો

નેપાળ પોલીસે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન માટે 4,348 જવાનોને તૈનાત કર્યા છે. અત્યાર સુધીમાં 1,545 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અથવા સારવાર અપાઈ રહી છે. જોકે, હજુ પણ લગભગ 1,000 લોકો ગુમ છે, જેમાં 28 પોલીસકર્મીઓ પણ સામેલ છે. ગુમ લોકોમાં 178 ભારતીયો, 65 અમેરિકનો, 51 મલેશિયાના, 53 યુક્રેનના, 33 બ્રિટિશ અને 35 ઓસ્ટ્રેલિયન નાગરિકો સામેલ છે. આ ઉપરાંત ચીનના ઓછામાં ઓછા 100 નાગરિકોનો પણ સંપર્ક થઈ શક્યો નથી. વિદેશી નાગરિકો માટે સરકારે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.