World

નેપાળ એરલાઈન્સની ઉદ્ધતાઈ: જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવતો નકશો મૂક્યો, ભારતીયોના આક્રોશ બાદ પોસ્ટ ડિલીટ

By GS Team
30 Apr 20262 mins read
TukuTouch Logo
ભારત અને નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં ખટાશ ઊભી કરી શકે તેવી એક ઘટનામાં, નેપાળની રાષ્ટ્રીય એરલાઈન્સ (Nepal Airlines) એ ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પાકિસ્તાનના નકશામાં દર્શાવ્યા છે. આ ગંભીર ભૌગોલિક અને રાજકીય ભૂલ બદલ સોશિયલ મીડિયા પર ભારતીયોનો ભારે રોષ જોવા મળ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળ એરલાઈન્સની ઉદ્ધતાઈ: જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવતો નકશો મૂક્યો, ભારતીયોના આક્રોશ બાદ પોસ્ટ ડિલીટ

Nepal Airlines Mistake: ભારત અને નેપાળ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં ખટાશ ઊભી કરી શકે તેવી એક ઘટનામાં, નેપાળની રાષ્ટ્રીય એરલાઈન્સ (Nepal Airlines) એ ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પાકિસ્તાનના નકશામાં દર્શાવ્યા છે. આ ગંભીર ભૌગોલિક અને રાજકીય ભૂલ બદલ સોશિયલ મીડિયા પર ભારતીયોનો ભારે રોષ જોવા મળ્યો હતો. 


શું હતો સમગ્ર વિવાદ?

નેપાળ એરલાઈન્સે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પ્રમોશનલ ગ્રાફિક અથવા રૂટ મેપ શેર કર્યો હતો. આ નકશામાં ભારતીય સરહદોનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું હતું. સૌથી વધુ વાંધાજનક બાબત એ હતી કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોને ભારતના બદલે પાકિસ્તાનના ભૂ-ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ભારતની સંપ્રભુતા પરના આ સીધા પ્રહારને કારણે ઈન્ટરનેટ યુઝર્સમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

સોશિયલ મીડિયા પર બહિષ્કારની માગ

જેવી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, કે તુરંત જ ભારતીય યુઝર્સે એરલાઈન્સની આ 'હિમાકત' પર આકરી પ્રતિક્રિયાઓ આપી હતી. અનેક યુઝર્સે નેપાળ એરલાઈન્સના બહિષ્કારની અપીલ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલય (MEA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસને ટેગ કરીને આ મામલે કડક સત્તાવાર વિરોધ નોંધાવવા માગ કરવામાં આવી હતી.

વિવાદ થતાં માફી માગી  

વિવાદ વધતો જોઈ એરલાઈન્સ મેનેજમેન્ટે વિવાદિત પોસ્ટને તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દીધી છે. ત્યારબાદ પોતાની ભૂલ સમજાતા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી એરલાઇન્સે માફી પણ માગી હતી. 


ભારતનો સ્પષ્ટ અને મક્કમ અભિગમ

ભારત સરકારે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અવિભાજ્ય અંગ છે અને રહેશે. અગાઉ પણ WHO, ટ્વિટર અને ઇઝરાયલી ડિફેન્સ ફોર્સીસ (IDF) જેવી સંસ્થાઓએ નકશામાં ભૂલ કરી હતી ત્યારે ભારત સરકારના કડક વલણને કારણે તેઓએ માફી માંગીને નકશા સુધારવા પડ્યા હતા.