બેલારૂસનું ડ્રોન સમજી નાટોનાં જેટે લિથુઆનિયામાં તોડી પાડયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બેલારૂસ કહે છે તે ડ્રોન અમારું ન હતું
- નાટોનું બાલ્ટિક એર ડીફેન્સ મિશન 2004થી લિથુઆનિયા, લેટવિયા અને ઈસ્ટોનિયાને રક્ષી રહ્યું છે
નવીદિલ્હી : નાટોનાં જેટ વિમાને સોમવાર-મંગળવારની મધરાતે લિથુઆનિયા ઉપર આવેલું એક ડ્રોન વિમાન તોડી પાડયું હતું. આ માહિતી આપતાં લિથુઆનિયન-નેશનલ ક્રાઈસીસ મેનેજમેન્ટ સેન્ટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ડ્રોન વિમાને બેલારૂસ તરફથી અમારી આકાશ સીમામાં પ્રવેશ્યું હતું. જે દક્ષિણ લિથુઆનિયાનાં કૌનાસ પાસેનાં પ્રાતકુનાઈ ગામ પાસે તોડી પાડવામાં આવ્યું હતું. (કૌનાસ તે લિથુઆનિયાનું બીજા ક્રમનું સૌથી મોટું નગર છે.) આ સાથે તે પ્રવક્તાએ તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે તે ડ્રોન બેલારૂસનું જ છે તે હજી નિશ્ચિત કરવાનું બાકી છે. તેમ છતાં આ ઘટના પછી પાટનગર વિલ્નીયસ અને આસપાસના વિસ્તારમાં 'ડ્રોન-એલર્ટ' જાહેર કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નાટોનાં ફાઈટર જેટસ્ બાલ્ટિક સમુદ્ર તટ ઉપરનાં લિથુઆનિયા, લેટવિયા, અને ઇસ્ટોનિયા સુધીના વિસ્તારની સતત ચોકી કરી રહ્યાં છે. આ ચોકી પહેરો ૨૦૦૪માં તે દેશો નાટો જૂથમાં જોડાયા ત્યારથી શરૂ કરવામાં આવ્યો છે.
૩ ઘટના તેવી પણ બની ગઈ હતી કે, યુકેમાં એક યુક્રેનિયન ડ્રોન ઇસ્ટોનિયાની આકાશ-સીમામાં મે મહિનામાં ઘૂસી ગયું હતું, તે તોડી પાડવામાં આવ્યું. બીજી ઘટના એવી બની હતી કે, લેટવિયામાં પણ એક ડ્રોન જૂનમાં તોડી પડાયું હતું. ત્રીજી ઘટના પણ લેટવિયામાં જ ઓગસ્ટમાં બની હતી ત્યારે પણ એક ડ્રોન તોડી પડાયું હતું. જોકે આ ત્રણે ડ્રોન ક્યા દેશનાં હતાં તે જાણી શકાયું નથી.
સૌથી વધુ ચિંતાજનક વાત તે છે કે રશિયાના પાડોશી દેશો વિશેષત: બાલ્ટિક-સી એરિયામાં યુક્રેનનાં કેટલાંયે ડ્રોન વિમાનો ઘૂસી જાય છે, ફિન્લેન્ડ, ઇસ્ટોનિયા, લેટવિયા અને લિથુઆનીયાની હવાઈ સીમામાં ઘૂસે છે. યુક્રેન કહે છે કે તે વિમાનો અમે તે દેશો ઉપર છોડતા જ નથી. રશિયા ઇલેકટ્રોનિક વેવ્ઝથી તે ડ્રોન તે દેશો તરફ ડાઈવર્ટ કરે છે. તાજેતરમાં જ બનેલી છેલ્લી ડ્રોન-ઘટના માટે બેલારૂસ ઉપર આક્ષેપો કરાયા છે. પરંતુ બેલારૂસ કહે છે તે ડ્રોન વિમાન અમારૃં હતું જ નહીં.
ટૂંકમાં રશિયા-યુક્રેન યુદ્ધ ગૂંચવાતું જાય છે.




