નેશનલ ગાર્ડના સૈનિક ઇલિનોઇસમાં રહી શકે પણ તૈનાત ન કરી શકાય

અમેરિકાની અપીલ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
ટ્રમ્પની ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન ઇલિનોઇસમાં વિદ્રોહનો ખતરો વધ્યાનાં કોઇ પુરાવા મળ્યા નથી : કોર્ટ
આ નિર્ણય ફેડરલ ન્યાયમૂર્તિ એપ્રિલ પેરી દ્વારા ગુરુવારે આપવામાં આવેલા એ નિર્ણય પછી આવ્યો છે જેમાં તેમણે અસ્થાયી રીતે ઓછામાં ઓછા બે સપ્તાહ માટે નેશનલ ગાર્ડની નિમણૂક પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો.
પેરીને એ વાતના કોઇ ચોક્કસ પુરાવો મળ્યા ન હતાં કે ટ્રમ્પની ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન ઇલિનોઇસમાંમાં વિદ્રોહનો ખતરો વધી ગયો છે.
વારંવાર થનારી આ નિમણૂક ટ્રમ્પ દ્વારા અનેક અમેરિકન શહેરોમાં ગાર્ડ મોકલવાના દબાણ અંગે ચાલી રહેલી રાજકીય અને કાયદાકીય લડાઇનું પરિણામ છે. તેમનું વહીવટી તંત્ર દાવો કરે છે કે આ શહેરોમાં અપરાધનું પ્રમાણ વધારે છે. જો કે આંકડા હંમેશા તેનું સમર્થન કરતા નથી.
જો કોઇ અમેરિકન પ્રમુખ વિદ્રોહ કાયદો અમલમાં મૂકે છે તો તે એ રાજ્યોમાં સક્રિય સૈન્ય દળ મોકલી શકે છે. જો કે પેરીએ જણાવ્યું છે કે તેમને એ વાતનો કોઇ ચોક્કસ પુરાવો મળ્યો નથી કે ટ્રમ્પની ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન ઇલિનોઇસમાં વિદ્રોહનો ખતરો ઉત્પન્ન થઇ ગયો છે.








