World

26 અબજ કિમી દૂર પહોંચ્યું NASAનું વોયેજર-1, 49 વર્ષ સુધી ક્યાંથી મળી વીજળી અને કેટલા રેકોર્ડ બનાવ્યા?

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
નાસાના વોયેજર-1 યાને પૃથ્વીથી આશરે 26 અબજ કિલોમીટરનું અંતર કાપી 'એક પ્રકાશ-દિવસ'નો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 18 નવેમ્બર, 2026ના રોજ આ યાને આ સિદ્ધિ મેળવી. 5 સપ્ટેમ્બર, 1977ના રોજ લોન્ચ થયેલું આ યાન હવે એટલું દૂર છે કે પૃથ્વી પરથી સંદેશ મોકલતા 24 કલાક અને જવાબ આવતા કુલ 2 દિવસ લાગશે. પરમાણુ ઊર્જાથી ચાલતું આ યાન 2030ના દાયકા સુધી કાર્યરત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

26 અબજ કિમી દૂર પહોંચ્યું NASAનું વોયેજર-1, 49 વર્ષ સુધી ક્યાંથી મળી વીજળી અને કેટલા રેકોર્ડ બનાવ્યા?

NASA Voyager 1 Reaches One Light Day 26 Billion Km Away: અંતરિક્ષની ઉડાનમાંથી એક ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. નાસા (NASA) નું અંતરિક્ષ યાન 'વોયેજર-1' (Voyager-1) પૃથ્વીથી આશરે 26 અબજ કિલોમીટર દૂર પહોંચી ગયું છે. 18 નવેમ્બર 2026 ના રોજ આ યાને 'એક પ્રકાશ-દિવસ' (One Light-Day) નું અંતર કાપવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 5 સપ્ટેમ્બર 1977 ના રોજ લોન્ચ થયેલા આ યાનને અંતરિક્ષમાં 49 વર્ષ, 2 મહિના અને 11 દિવસ પૂર્ણ થયા છે.

'એક પ્રકાશ-દિવસ' નો અર્થ શું છે?

સંદેશ મોકલવામાં લાગશે 24 કલાક: પ્રકાશ એક સેકન્ડમાં આશરે 3 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. જો પ્રકાશ સતત 24 કલાક મુસાફરી કરે તો 25.9 અબજ કિલોમીટર (આશરે 26 અબજ કિમી) અંતર કાપે છે, જેને 'એક પ્રકાશ-દિવસ' કહેવાય છે.

જવાબ મળતા 2 દિવસ લાગશે: સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર 8 મિનિટમાં પહોંચે છે, જ્યારે વોયેજર-1 એટલું દૂર નીકળી ગયું છે કે હવે પૃથ્વી પરથી મોકલવામાં આવેલો રેડિયો સંદેશ યાન સુધી પહોંચવામાં પૂરા 24 કલાક લેશે અને તેનો જવાબ પાછો આવતા બીજા 24 કલાક (કુલ 2 દિવસ) લાગશે.

49 વર્ષની સફર અને ઐતિહાસિક રેકોર્ડ્સ

175 વર્ષે બનતો દુર્લભ સંયોગ: 5 સપ્ટેમ્બર 1977 ના રોજ કેપ કેનાવેરલથી લોન્ચ થયેલા 800 કિલો વજનના આ યાને 1979 માં ગુરુ (Jupiter) અને 1980 માં શનિ (Saturn) ગ્રહની અત્યંત નજીકથી તસવીરો મોકલી હતી.

ઇન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશ: વર્ષ 2012 માં વોયેજર-1 સૂર્યમંડળની સીમા (હેલિયોસ્ફિયર) પાર કરીને તારાઓ વચ્ચેની ખાલી જગ્યા એટલે કે 'ઇન્ટરસ્ટેલર સ્પેસ' માં પહોંચનારી પ્રથમ માનવનિર્મિત વસ્તુ બની હતી. હાલ તે 61,000 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

માત્ર 22 વોટના ટ્રાન્સમીટર અને પરમાણુ ઊર્જા પર ચાલે છે યાન

22 વોટથી સંપર્ક: વોયેજર-1 નું ટ્રાન્સમીટર માત્ર 22 વોટની શક્તિ (એક નાના ઘરેલુ બલ્બ જેટલી) થી કામ કરે છે. આ નબળા સિગ્નલને પૃથ્વી પર NASA નું 'ડીપ સ્પેસ નેટવર્ક' 160 બિટ પ્રતિ સેકન્ડની ઝડપે પકડે છે.

ક્યાંથી મળે છે વીજળી?: આટલે દૂર સૂર્યપ્રકાશ ન પહોંચતો હોવાથી સોલાર પેનલ કામ કરી શકતી નથી. તેથી યાનને 'પરમાણુ ઊર્જા' (Nuclear Power) થી વીજળી મળે છે. જોકે, હવે આ ઊર્જા દર વર્ષે ઘટી રહી હોવાથી એન્જિનિયરો બિનજરૂરી ઉપકરણો બંધ કરી રહ્યા છે. અંદાજ છે કે આ યાન 2030 ના દાયકાની શરૂઆત સુધી કાર્યરત રહેશે.