World

કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ

By GS TEAM
25 Apr 20262 mins read
TukuTouch Logo
વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા અને ચીન વચ્ચે ટેક્નોલોજીની સ્પર્ધામાં હવે એક નવો અને રહસ્યમય વળાંક જોવા મળ્યો છે. બંને દેશોમાં પરમાણુ ટેક્નોલોજી, હાઈપરસોનિક હથિયારો, AI અને સ્પેસ રિસર્ચ જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં કામ કરતા ટોચના વૈજ્ઞાનિકો શંકાસ્પદ રીતે ગુમ થઈ રહ્યા છે અથવા તેમના મોત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકામાં 11 અને ચીનમાં 9થી વધુ દિગ્ગજ વૈજ્ઞાનિકો સાથે આવી ઘટનાઓ બની છે. જોકે, ઉપરછલ્લી રીતે આ ઘટનાઓ સામાન્ય અકસ્માત જેવી લાગે છે, પરંતુ જે રીતે આ વૈજ્ઞાનિકો ગાયબ થઈ રહ્યા છે તે જોતા તેની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ

US China Scientist Deaths: વિશ્વની બે મહાસત્તાઓ અમેરિકા અને ચીન વચ્ચે ટેક્નોલોજીની સ્પર્ધામાં હવે એક નવો અને રહસ્યમય વળાંક જોવા મળ્યો છે. બંને દેશોમાં પરમાણુ ટેક્નોલોજી, હાઈપરસોનિક હથિયારો, AI અને સ્પેસ રિસર્ચ જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં કામ કરતા ટોચના વૈજ્ઞાનિકો શંકાસ્પદ રીતે ગુમ થઈ રહ્યા છે અથવા તેમના મોત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકામાં 11 અને ચીનમાં 9થી વધુ દિગ્ગજ વૈજ્ઞાનિકો સાથે આવી ઘટનાઓ બની છે. જોકે, ઉપરછલ્લી રીતે આ ઘટનાઓ સામાન્ય અકસ્માત જેવી લાગે છે, પરંતુ જે રીતે આ વૈજ્ઞાનિકો ગાયબ થઈ રહ્યા છે તે જોતા તેની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે.

ટોચના વૈજ્ઞાનિકો અને સંરક્ષણ નિષ્ણાતો થયા ગુમ

અમેરિકામાં બનેલી ઘટનાઓ ચોંકાવનારી છે. મેજર જનરલ વિલિયમ નીલ મેકકેસલેન્ડ જેવા દિગ્ગજ નેતા, જેઓ UFOની તપાસ કરી ચૂક્યા હતા, તેઓ ફેબ્રુઆરી 2026માં વોક પર નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. તેવી જ રીતે NASAના એરોસ્પેસ એન્જિનિયર મોનિકા રેઝા ટ્રેકિંગ દરમિયાન ગાયબ થયા અને ન્યુક્લિયર પ્રોપલ્શન પ્રોજેક્ટ પર કામ કરતા જોશુઆ લે બ્લેન્કનું તેમની ટેસ્લા કારમાં બળી જવાથી મોત થયું. આ તમામ કિસ્સાઓમાં એક સમાનતા જોવા મળી છે કે વૈજ્ઞાનિકો પોતાનો ફોન, વોલેટ કે ચશ્મા જેવી ચીજો ઘરે જ છોડીને નીકળ્યા હતા અને ત્યારબાદ ક્યારેય પાછા ફર્યા નથી.

આ પણ વાંચો: હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર

આંતરરાષ્ટ્રીય ષડયંત્રની આશંકા વચ્ચે તપાસ તેજ

ચીનમાં પણ સ્થિતિ કંઈક આવી જ છે. ત્યાં AI સિમ્યુલેશન પર કામ કરતા 38 વર્ષીય પ્રોફેસર ફેંગ યાંગહેનું બેઇજિંગમાં રહસ્યમય કાર અકસ્માતમાં મોત થયું હતું. આ ઉપરાંત માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, કેમિસ્ટ્રી અને સ્પેસ એક્સપર્ટ્સ પણ અકસ્માત કે અચાનક બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે. ચીની સરકાર આ વૈજ્ઞાનિકોને 'સરકારી ડ્યુટી પર બલિદાન' આપનારા ગણાવી રહી છે. આ ઘટનાઓને પગલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને FBI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે દુશ્મન દેશો ટેક્નોલોજીની આ રેસમાં એકબીજાને પછાડવા માટે જાણીજોઈને વૈજ્ઞાનિકોને નિશાન બનાવી રહ્યા હોઈ શકે છે.