World

રશિયા-યુક્રેન યુદ્ધમાં 6 લાખ 50 હજારથી વધુ મૃત્યુ થયા છે : યુદ્ધ બંધ કરવા માટે ભારતે 3 ઉપાયો સૂચવ્યા

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
યુક્રેન યુદ્ધ રોકવા ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી 3 પ્રસ્તાવ મૂક્યા છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વિદેશમંત્રી એસ. જયશંકરે યુક્રેન મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવ આપ્યો હતો. જેમાં યુદ્ધ રોકવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા બંધ કરવા અને કાળા સાગરમાં જહાજોની અવરજવર મુક્ત કરવાની વાત છે. યુક્રેન આ પ્રસ્તાવને શ્રેષ્ઠ માને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા-યુક્રેન યુદ્ધમાં 6 લાખ 50 હજારથી વધુ મૃત્યુ થયા છે : યુદ્ધ બંધ કરવા માટે ભારતે 3 ઉપાયો સૂચવ્યા
  • ભારત માને છે કે સમાધાન યુદ્ધ મેદાનમાં નહીં પરંતુ મંત્રણાના મેજ ઉપર જ થઈ શકે

નવી દિલ્હી : ૧,૬,૮૬ દિવસ ૬ લાખ ૫૦ હજાર સૈનિકોનાં મૃત્યુ ૧૬ હજારથી પણ વધુ નાગરિકો માર્યા ગયા. રશિયા-યુક્રેન-યુદ્ધના આ આંકડા હૃદય કંપાવનારા છે. સમગ્ર દુનિયાએ અને ખાસ કરીને ભારતે કહી દીધું, ઘણું થઈ ગયું. હવે ભારતે યુદ્ધ બંધ કરવા માટે ૩ પ્રસ્તાવ મુક્યા છે. ભારત આ યુદ્ધ બંધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમાં સૌથી પહેલી વાત તો યુદ્ધ બંધ કરવાની છે. બીજી વાત ઈન્ફ્રાસ્ટ્રકચર અને એનર્જી સંકુલો ઉપર પણ પરસ્પર હુમલા બંધ કરવાની છે અને ત્રીજી વાત કાળા સાગરમાં વ્યાપારી જહાજોને મુક્તપણે જવા-આવવા દેવાની છે.
દિલ્હીમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિદેશમંત્રી એસ. જયશંકરે ગત મહિને તેમની યુક્રેન યાત્રા દરમિયાન યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહાને ભારતનો પ્રસ્તાવ આપ્યો હતો. સિબિહાએ કહ્યું કે આ ઉપરાંત યુક્રેનને તૂર્કી, મિસ્ર અને અમેરિકાના પ્રસ્તાવો મળ્યા છે, જે પૈકી ભારતનો પ્રસ્તાવ શ્રેષ્ઠ લાગે છે.
સિબિહાએ કહ્યું કે યુક્રેન શાંતિ સમજૂતી માટે દરેક રીતે વિચારણા કરવા તૈયાર છે પરંતુ તે શાંતિ પ્રસ્તાવોમાં માત્ર યુદ્ધ રોકવાની જ વાત સ્વીકાર્ય નથી. જ્યારે ભારતે સૌથી પહેલાં એનર્જી અને પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર હુમલા બંધ કરવાની વાત વધુ સ્વીકાર્ય છે તે ઉપરાંત બ્લેક-સી માં વ્યાપારી જહાજોની નિર્બંધ-આવન-જાવન થવા દેવાની વાત પણ મહત્વની છે, તે સાથે યુદ્ધ બંધ થવું જોઈએ નહીં તો તે યુદ્ધબંધી નિરર્થક જ બની રહે.
ભારતે રજૂ કરેલા પ્રસ્તાવમાં પણ (૧) એનર્જી સુવિધા પર હુમલા રોકવા, (૨) ઈન્ફ્રાસ્ટ્રકચર પરના હુમલા રોકવા અને (૩) બ્લેક-સી માં વ્યાપારી જહાજોની આવન-જાવન મુક્તપણે થવા દેવી.
ભારતના આ સૂચનો ઈજીપ્ત, તુર્કી અને અમેરિકાનાં સૂચનો કરતાં વધુ સ્પષ્ટ અને સ્વીકાર્ય બને તેવાં છે. દુનિયા આશા રાખે છે કે તે બંને પક્ષો સ્વીકારી યુદ્ધ બંધ કરશે.