World

બાંગ્લાદેશમાં ઓરીને કારણે 1200થી વધુના મોત, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- મને ફાંસી આપી દો

By GS Team
10 Nov 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશમાં ઓરીના ભીષણ રોગચાળામાં 1284થી વધુ લોકોનાં મોત થયાં છે. સ્વાસ્થ્ય મંત્રી સરદાર મોહમ્મદ સખાવત હુસૈને નિષ્ફળતા સ્વીકારતા કહ્યું, "મને ફાંસી પર લટકાવી દો." વડાપ્રધાન તારિક રહેમાનની સરકારે આ માટે પૂર્વ વચગાળાની સરકાર અને મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે. રસીકરણ અભિયાન અટકી પડ્યું હતું અને ઈમરજન્સી વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો હતો. હાલ ઈમરજન્સી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશમાં ઓરીને કારણે 1200થી વધુના મોત, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- મને ફાંસી આપી દો

Bangladesh 1200 Died News : બાંગ્લાદેશમાં ફેલાયેલા ઓરીના ભીષણ રોગચાળાએ અત્યાર સુધીમાં 1284થી વધુ માસૂમ બાળકો અને નાગરિકોના ભોગ લીધા છે, જેના કારણે સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચી ગયો છે. વધતા જતા મૃત્યુઆંક વચ્ચે રાજકારણ પણ ગરમાયું છે, ત્યારે દેશના સ્વાસ્થ્ય મંત્રી સરદાર મોહમ્મદ સખાવત હુસૈને આ કરૂણાંતિકાની નૈતિક જવાબદારી સ્વીકારતા એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં સ્વાસ્થ્ય મંત્રીએ પોતાની નિષ્ફળતા સ્વીકારતા જાહેરમાં કહ્યું હતું કે, "આ મારી જવાબદારી છે, મને ફાંસી પર લટકાવી દો, આ મારી નાકામી છે," જોકે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તેમણે પોતાના તરફથી આ સ્થિતિને પહોંચી વળવા પૂરી કોશિશ કરી હતી.

આ ભયાનક સ્વાસ્થ્ય સંકટને લઈને બાંગ્લાદેશમાં રાજકીય આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન તારિક રહેમાનની આગેવાની હેઠળની વર્તમાન સરકારએ આ સ્થિતિ માટે પૂર્વ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને સીધા જવાબદાર ઠેરવ્યા છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં યોજાનારું રાષ્ટ્રીય રસીકરણ અભિયાન તત્કાલીન સરકારની ઘોર બેદરકારીના કારણે અટકાવી દેવામાં આવ્યું હતું અને મંત્રાલય પાસે ઈમરજન્સી વેક્સિનનો સ્ટોક પણ ખૂટી પડ્યો હતો, જેની ગંભીર તપાસ માટે ત્રણ સભ્યોના વિશેષ આયોગની રચના કરવામાં આવી છે.

સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયના આંકડા મુજબ દેશભરમાં ઓરીના 2.4 લાખથી વધુ શંકાસ્પદ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં મોટેભાગે છ મહિનાથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે જેમને સમયસર રસી મળી નહોતી. વૈશ્વિક એજન્સીઓ અને વિવિધ દેશો જેમ કે જર્મની, જાપાન, ઓસ્ટ્રેલિયા, બ્રિટન તથા ઇન્ડોનેશિયાના સહયોગથી (ડબલ્યુએચઓ અને યુનિસેફ દ્વારા) રસીઓ મંગાવીને સરકાર દ્વારા હાલ ઈમરજન્સી રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે છતાં મોતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.