World

VIDEO: પૂરપાટ દોડતી બસ 600 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, મેક્સિકોમાં ગમખ્વાર અકસ્માત, 10ના મોત, 32 ઇજાગ્રસ્ત

By GS TEAM
26 Dec 20251 min read
TukuTouch Logo
મેક્સિકોમાં ક્રિસમસની ઉજવણી માતમના માહોલમાં ફેરવાઈ ગઈ છે. પૂર્વી મેક્સિકોમાં 24 ડિસેમ્બરના રોજ એક પૂર ઝડપે જતી પેસેન્જર બસ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક અને અન્ય 9 મળી કુલ 10 લોકોના મોત નીપજ્યા છે અને 32 મુસાફરો લોહીલુહાણ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: પૂરપાટ દોડતી બસ 600 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, મેક્સિકોમાં ગમખ્વાર અકસ્માત, 10ના મોત, 32 ઇજાગ્રસ્ત

Mexico Bus Accident: મેક્સિકોમાં ક્રિસમસની ઉજવણી માતમના માહોલમાં ફેરવાઈ ગઈ છે. પૂર્વી મેક્સિકોમાં 24 ડિસેમ્બરના રોજ એક પૂર ઝડપે જતી પેસેન્જર બસ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક અને અન્ય 9 મળી કુલ 10 લોકોના મોત નીપજ્યા છે અને 32 મુસાફરો લોહીલુહાણ થયા છે.

અકસ્માતના કારણો શોધવા તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ

વેરાક્રુઝ પ્રશાસને ગુરુવારે વિગતો આપતા જણાવ્યું હતું કે, 'આ અકસ્માત જોન્ટેકોમાટલાન(Zontecomatlan) કસબા પાસે સર્જાયો હતો. બસ મેક્સિકો સિટીથી ચિકોન્ટેપેક ગામ તરફ જઈ રહી હતી. પ્રત્યક્ષદર્શીઓના મતે બસની સ્પીડ ખૂબ જ વધારે હતી. જોકે, તંત્ર તપાસ કરી રહ્યું છે કે અકસ્માત અતિશય ઝડપને કારણે થયો કે બસમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી.

મેયર ઓફિસે પુષ્ટિ કરી

જોન્ટેકોમાટલાન મેયર ઓફિસે સત્તાવાર નિવેદન જાહેર કરતા જણાવ્યું કે, 'અમે આ દુર્ઘટનામાં 9 પુખ્ત વયના લોકો અને એક બાળકના મોતની પુષ્ટિ કરીએ છીએ.' નગરપાલિકા દ્વારા 32 ઘાયલોની યાદી પણ જાહેર કરવામાં આવી છે અને તેઓ કઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેની વિગતો પરિવારજનો માટે જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: કેનેડાના ટોરેન્ટોમાં યુનિવર્સિટી નજીક ધોળા દિવસે ગોળીબાર, 20 વર્ષના ભારતીય વિદ્યાર્થીની હત્યા

મેક્સિકોમાં વધતા માર્ગ અકસ્માતો

મેક્સિકોમાં છેલ્લા કેટલાક સમયથી જીવલેણ માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને બસ અને ટ્રક જેવા ભારે વાહનો અતિશય ઝડપ અથવા મેન્ટેનન્સના અભાવે અકસ્માતનો ભોગ બને છે.