અમેરિકામાં રાજ્યોના કેસમાં મેટાની 1700 કરોડ ડોલરમાં પતાવટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકામાં ૨૯ રાજ્યોએ ૨૦૨૩માં મેટા સામે કેસ કર્યો, આંકડો વધીને ૪૭એ પહોંચ્યો હતો
- સોશિયલ મીડિયા કંપનીએ વળતર ઉપરાંત ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર સલામતીના વિશેષ પગલાંની ખાતરી આપી
- વોલસ્ટ્રીટ જર્નલે ૨૦૨૧માં આપેલા અહેવાલના પગલે ઝુકરબર્ગની કંપની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી
વોશિંગ્ટન : માર્ક ઝુકરબર્ગની માલિકીની મેટા ટીનેજરોને સોશિયલ મીડિયાની લાગેલી લતના કેસની પતાવટ ૧૭ અબજ ડોલરમાં કરવા અને ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર સલામતીના પગલાં લેવા તૈયાર થઈ ગયું છે. આના પગલે તેની સામે ૪૭ રાજ્યોએ કરેલા કેસનો અંત આવશે, એમ તેમના વકીલોએ જણાવ્યું હતું. કેલિફોર્નિયા, કોલોરાડો, કેન્ટુકી અને ન્યુજર્સી એમ ૨૯ રાજ્યોએ મેટા સામે ૨૦૨૩માં કેસ કર્યો હતો.
માર્ક ઝુકરબર્ગે આ કેસ પૂરો કરવા માટે જાતે રસ દાખવ્યો ન હોત તો આ કેસ હજી ચાલતો હતો. માર્ક ઝુકરબર્ગ આગામી દિવસોમાં કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં જ્યુરી સમક્ષ આ અંગેનો નિર્ધાર વ્યક્ત કરતા જોવા મળવાના છે. તેમા એકલા વર્જિનિયા સાથેનો કરાર જ ૩૫.૩ કરોડ ડોલરનો છે અને તે રાજ્યના ગ્રાહક સંરક્ષણ િતિહાસનું સૌથી મોટું વળતર છે, એમ એટર્ની જનરલ જે જોન્સે જણાવ્યું હતુ.
મેટા વર્ષોથી લોકોને લત લગાવતા અને નુકસાનકારક ડિઝાઇન ફીચર્સ દ્વારા યુવાઓના માનસિક આરોગ્ય પર વિપરીત અસર પાડી છે. આ પતાવટના લીધે ફક્ત નાણાકીય વળતર જ નહીં મળે, પરંતુ તેની આ જોખમી રીતરસમનો પણ અંત આવશે તથા બાળકોને ઓનલાઇન નુકસાન સામે સંરક્ષણ મળતાં અર્થપૂર્ણ રાહત મળશે.
મેટાએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ મેટાની ૧૭ અબજ ડોલરની પતાવટની ઓફર તેની ૨૦૧ અબજ ડોલરની આવક જોતાં કંઈ ખાસ મોટી રકમ ન કહેવાય. મેટા સામેના કેસમાં યુવાનો પર માનસિક આરોગ્યને લગતી તકલીફો સર્જવાનો આરોપ હતો. તેણે તેના ટૂલ્સ એવી રીતે ડિઝાઇન કર્યા હતા કે જેથી તેના પ્લેટફોર્મ પર બાળકોને તેની લત લાગી જાય અને આ વાત તેણે લોકોથી છૂપાવી હતી. તેની દલીલ તી કે મેટાએ ૧૩થી પણ નીચેની વયના બાળકોના ડેટા તેના માબાપની મંજૂરી વગર એકત્રિત કરીને ફેડરલ લોનો ભંગ કર્યો છે.
કેલિફોર્નિયામાં ઓકલેન્ડ ઘાતે આ ટ્રાયલ શરૂ થયો હતો. અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ યેવોની ગોન્ઝાલેઝ રોજરે આ કેસની સુનાવણી કરી હતી. ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ મંગળવારે મોડેથી જુબાની આપી હતી અને મેટાના રેકોર્ડનો તથા બાળકોની સલામતી અને પ્રાઇવસીના મોરચે સાધેલી પ્રક્રિયાની વાત કરી હતી. તેના પછી બીજા રાજ્યોમાં પણ આ કેસ ટ્રાયલ માટે ચાલવાનો હતો. આ ઉપરાંત સંલગ્ન રાજ્યોમાં નવ એટર્નીએ પણ કેસ દાખલ કર્યો હતો.
પ્રસ્તાવિત સેટલમેન્ટ હેઠળ મેટા શ્રેણીબદ્ધ સલામતીના પગલાં લેવા સંમત થયું છે. તેમા ડેઇલી લિમિટ્સ પર હાર્ડ કેપ અને ઇન્સ્ટાગ્રામ તથા ફેસબૂકનો ઉપયોગ કરતાં બાળકો માટે પોઝનો સમાવેશ થાય છે. આ સિવાય સ્કૂલના કલાકો દરમિયાન દ્વારા તેના દ્વારા જારી થતાં નોટિફિકેશન નાબૂદ કરવામાં આવશે અને એકદમ મજબૂત વય સુનિશ્ચિતતાના પગલાં લેવામાં આવશે. તેની સાથે તેનું એજ એપ્રોપ્રિયેટ ઇટિંગ ડિસઓર્ડર અને જાત નુકસાનથી લઈને બુલિઇંગ અને નુકસાનકારક સામગ્રીવાળા કન્ટેન્ટ પર અંકુશ રાખશે.
આ ઉપરાંત ફેસબૂક માબાપ માટે વધુ યુઝર ફ્રેન્ડલી હશે, તેનો અંકુશ માબાપના હાથમાં હશે અને તેઓ સોશિયલ કમ્પેરિઝન ફીચર્સ જેવા કે લાઇકના કાઉન્ટ્સને મર્યાદિત કરી શકશે. ફેડરલ લો સ્યુટ કેલિફોર્નિયા, ફ્લોરિડા, કેન્ટુકી, મેસેચ્યુસેટ્સ, નેબ્રાસ્ક, ન્યુજર્સી, ટેનેસી અને વર્મોન્ટના એટર્નીઓના સંયુક્ત તપાસનું પરિણામ હતી.
આ તપાસ વોલસ્ટ્રીટ જર્નલે ૨૦૨૧માં સૌપ્રથમ વખત પ્રકાશિત કરેલા રિપોર્ટના આધારે કરવામાં આવી હતી. આ અહેવાલમાં જણાવાયું હતું કે કંપની ઇન્સ્ટાગ્રામના લીધે ટીનેજરો અને તેમા પણ ખાસ કરીને ટીનેજર છોકરીઓને કેટલું નુકસાન થઈ રહ્યુ છે, તેમના માનસિક આરોગ્ય પર કેવી વિપરીત અસર પડી રહી છે અને તેમના બોડી ઇમેજિસના કેવા મુદ્દાઓ સર્જાઈ રહ્યા છે તેનાથી માહિતગાર હતી. મેટાએ ત્યારથી ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા ફીચર્સ ઉમેરવાનો પ્રારંભ કર્યો હતો, તેમા ટીનેજર માટે અલગ ખાતા અને તેમા મેસેજિંગથી લઈને પ્રાઇવસી ઉપરાંત કન્ટેન્ટ મર્યાદાનો સમાવેસ થતો હતો. પરંચુ મેટાના કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓ સહિત બાળ સેફટી નિષ્ણાતોની લાંબા સમયથી દલીલ હતી કે આ પ્રકારના પગલાં કે ફીચર્સ વિન્ડો ડ્રેસિંગથી એટલે કે ઢાંકપીછોડાથી વિશેષ કશું ન હતા.
મેટા એન્જિનિયરિંગની પૂર્વ ડિરેક્ટર આર્ટુઓ બેજરે ગયા સપ્તાહે તેની જુબાનીમાં જણાવ્યું હતું કે મેટાએ તેના પ્રોડક્ટ્સ ડિઝાઇનિંગમાં લોકોની સુરક્ષાના બદલે હંમેશા નફાને વધારે પ્રાધાન્ય આપ્યુ. તેણે ફક્ત લોકો તેની પ્રોડક્ટ કેવી રીતે અને કેટલી વખત તથા વારંવાર ઉપયોગ કરી શકે તેના પર વધુ ધ્યાન આપ્યુ, પછી તેના કારણે તેમના માનસિક આરોગ્યને ભલેને ગમે તે કંઈ થાય તેની તેને પરવા ન હતી. જો તમે તેની પ્રોડક્ટથી દૂર થઈ જાવ તો તે કમાઈ ન શકે. તેથી તમે તેમાને તેમા અટવાયેલા રહો તે રીતે તેણે તેની પ્રોડક્ટ ડિઝાઇન કરીને લત લગાડી હતી.




