World

રશિયાના બ્લેક સીમાં ભયંકર હુમલા બાદ ભીષણ આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સને બચાવાયા

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
રશિયાના કાળા સમુદ્ર કિનારે ડ્રોન હુમલા બાદ 'એફ્રામેક્સ રિયો' ટેન્કરમાં આગ લાગી હતી. રશિયન કોસ્ટગાર્ડ દ્વારા કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં, લાઇબેરિયન ધ્વજ હેઠળ જઈ રહેલા ટેન્કર પર સવાર તમામ 23 ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રશિયાના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે કોઈને ઈજા થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાના બ્લેક સીમાં ભયંકર હુમલા બાદ ભીષણ આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સને બચાવાયા

Russia vs Ukrain War updates : રશિયાના બ્લેક સી (કાળા સમુદ્ર) કિનારે એક અજાણ્યા અનમેન્ડ વેસલ (ડ્રોન) વડે કરાયેલા ભયાનક હુમલા બાદ લાઈબેરિયાના ધ્વજ હેઠળ જઈ રહેલા ઓઇલ ટેંકર 'એફ્રામેક્સ રિયો' (Aframax Rio) માં આગનો મોટો ભડકો થયો હતો. બનાવને પગલે રશિયન કોસ્ટગાર્ડ અને ઈમરજન્સી ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે ચલાવવામાં આવેલા મોટો રેસ્ક્યૂ ઓપરેશનમાં ટેંકર પર સવાર તમામ 23 ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. રશિયાના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ટેલિગ્રામ પર આપેલા સત્તાવાર નિવેદનમાં આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ટેંકરના તમામ 23 સભ્યો ભારતીય નાગરિકો હતા અને સદનસીબે આ ભયાનક આગમાં કોઈ પણ ભારતીયને ઈજા પહોંચી નથી.

આકાશમાં ધુમાડાના ગોટા: બીચ સામાન્ય નાગરિકો માટે બંધ કરાયા

મંગળવારે બ્લેક સીમાં બનેલી આ ઘટનાના સોશિયલ મીડિયા પર સામે આવેલા ભયાનક વીડિયોમાં દરિયામાં સળગી રહેલા જહાજમાંથી આકાશ તરફ ધુમાડાના ઘાટા ગોટા ઉડતા જોવા મળ્યા હતા. રશિયાના દક્ષિણી ક્રાસ્નોદાર ક્ષેત્રમાં સ્થિત સિરિયસના સ્થાનિક તંત્રે દરિયામાં ઈમરજન્સી ઓપરેશન્સ ચાલુ હોવાના કારણે આજુબાજુના દરિયા કિનારા (બીચ) સામાન્ય લોકો માટે તાત્કાલિક અસરથી બંધ કરી દીધા હતા. ફાયરફાઈટર્સની ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ લાઈબેરિયન ટેંકરમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવ્યો હતો.

અગાઉ કાર્ગો શિપ પર પણ થયો હતો હુમલો: ભારતીય કેપ્ટનનું મોત થયું હતું

ઉલ્લેખનીય છે કે, બ્લેક સી ક્ષેત્રમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને ડ્રોન હુમલા વચ્ચે આંતરરાષ્ટ્રીય જહાજો પરના જોખમમાં મોટો વધારો થયો છે. આ ઘટના પહેલાં પણ બ્લેક સીમાં એક રશિયન ડ્રોન દ્વારા 'એમવી રોયાદ મમાદોવ' નામક કાર્ગો શિપને નિશાન બનાવાયું હતું, જેમાં ૩ ભારતીય નાગરિકો સવાર હતા. આ અગાઉના હુમલામાં જહાજ સળગીને દરિયામાં ડૂબી ગયું હતું અને ભારતીય કેપ્ટનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ભારતીયોને રોમાનિયા સ્થિત ભારતીય દૂતાવાસના તકેદારીના પગલાંથી ઉગારી લેવાયા હતા.