World

જાપાનમાં 7.1ના ભૂકંપથી અનેકના મોતની આશંકા, 1.5 લાખને ખસેડાયા

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
જાપાનના ક્યુશુ ટાપુ પર 7.1ની તીવ્રતાના ભૂકંપે હાહાકાર મચાવ્યો. કુમામાતોમાં પુલ, ફેક્ટરીઓ તૂટી પડ્યા, જ્યારે કાશિમા ટાઉનમાં શોપિંગ મોલ ધરાશાયી થતાં 50થી વધુ લોકો દટાયાની આશંકા છે. આખી રાત બચાવકાર્ય ચાલ્યું, જોકે ન્યુક્લિયર પ્લાન્ટ સુરક્ષિત છે. 1.5 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાપાનમાં 7.1ના ભૂકંપથી અનેકના મોતની આશંકા, 1.5 લાખને ખસેડાયા
  • ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં કોઈ નુકસાન નહીં
  • ભૂકંપ બાદ પૂલ-ફેક્ટરી તૂટી પડયા, શોપિંગ મોલ ધરાશાઈ થતાં 50 લોકો દટાયાની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન આખી રાત ચાલ્યું

ટોક્યો : દક્ષિણ જાપાનના મુખ્ય ટાપુ ક્યુશુના કુમામાતોની ધરતી મંગળવારે બપોરે ૭.૧ની તિવ્રતાના ભૂકંપથી હચમચી ઊઠી હતી. ભૂકંપ બાદ એક પુલ અને ફેક્ટરી તૂટી પડયા હતા જ્યારે કેટલાક કલાકો પછી કાશિમા ટાઉનના એઓન મોલમાં તિવ્ર વિસ્ફોટો થયા હતા. મોલનો બીજો માળ તૂટી પડતાં તેના કાટમાળમાં કેટલાક લોકોનાં મોત થયા હોવાની તથા ૫૦થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
જાપાન હવામાન વિજ્ઞાાન એજન્સી (જેએમએ)ના અહેવાલ મુજબ સ્થાનિક સમય મુજબ ૪.૨૭ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ ભૂકંપનુ કેન્દ્ર જમીનથી ૧૦ કિ.મી.ની ઊંડાઈમાં હતું. ભૂકંપ બાદ સુનામની ચેતવણી અપાઈ હતી, પરંતુ લગભગ એક કલાક પછી તેને પાછી લઈ લેવાઈ હતી.
ભૂકંપ પછી સરકારે તકેદારીના ભાગરૃપે ક્યુશુ ટાપુના ૧.૫ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં ખસેડયા હતા. ભૂકંપના આંચકાઓ પછી કાશિમા ટાઉનના એઓન મોલનો બીજો માળ તૂટી પડતાં તેના કાટમાળમાં ૫૦થી વધુ લોકો ફસાયા હોવાનું મનાય છે. આ લોકોને બચાવવા માટે આખી રાત અભિયાન ચલાવાયું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવિઝનના અધિકારીએ કહ્યું હતું કે, નિપોન પેપર યાત્સુશિરો પ્લાન્ટમાં બે લોકો કાર્ડિઆક અરેસ્ટની સ્થિતિમાં મળી આવ્યા હતા જ્યારે નવ લોકો હજુ પણ લાપતા છે. આ સિવાય એક પુલ પણ તૂટી પડયો હતો. ભૂકંપના આંચકાઓના કારણે અનેક પૂલો અને ઈમારતોમાં તીરાડો પડી ગઈ હોવાનું જોવા મળે છે. સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું આકલન કરી રહી છે. જોકે, પરમાણુ વીજ એકમને કોઈ નુકસાન થયું નથી.
જાપાન ટાઈમ્સના રીપોર્ટ પ્રમાણે કુમામોટો પ્રીફેકચર (પ્રાંત)માં આવેલાં યાત્સુહીરો ઉનો અને માશિકી તથા મિસાનોમાં શિંદો સ્કેલ ઉપર ૬ પોઇન્ટની તીવ્રતાનો ભૂકંપ લાગ્યો હતો. ઉપરાંત નાગાસાકી, કાગોશિકા, ફુફુઓકા, સાગા અને મિયાઝાકીમાં પણ ૫ કે તેથી ઓછી તીવ્રતાના આંચકા લાગ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર માત્ર ૧૦ કી.મી. જેટલું જ ઊંડું હોવાથી ભૂકંપની અસર વધુ તીવ્ર રહી હતી. રીપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે કુમા-મોટો પ્રાંતમાં આશરે ૪૫ હજાર ૬૦૦ જેટલાં ઘરોમાં વીજળી ડુલ થઇ ગઈ હતી.