World

બીબીસી, સીએનએન સહિત 178 વેબસાઇટ પર મોટો સાઇબર હુમલો

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં ટોચની મીડિયા કંપનીઓ અને બ્રાન્ડ્સ પર મોટો સાઇબર હુમલો થયો છે. ઝૂમ, બીબીસી, સીએનએન જેવી 178 વેબસાઇટ્સને નિશાન બનાવી હેકર્સે 'ઓપ્ટિમાઇઝલી વેબ' પ્લેટફોર્મ દ્વારા ખતરનાક માલવેર ઇન્જેક્ટ કર્યો. આ હુમલામાં ક્રિપ્ટો વોલેટ એડ્રેસ બદલી, બેંક વિગતો અને પેમેન્ટની માહિતી ચોરાઈ હોવાની શંકા છે. 16 નવેમ્બરે સામે આવેલી આ ઘટનામાં યુઝર્સની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બીબીસી, સીએનએન સહિત 178 વેબસાઇટ પર મોટો સાઇબર હુમલો
  • બ્રાન્ડ્સ અને મીડિયાની વેબસાઇટ્સને ટાર્ગેટ કરાઇ
  • સાઇબર હુમલા બાદ ખતરનાક માલવેર મળી આવ્યો, ક્રિપ્ટો વોલેટ અને બેન્કોની વિગતો ચોરી કરાયાની શંકા

વોશિંગ્ટન : ટોચની મીડિયા કંપનીઓ તેમજ ચર્ચાસ્પદ બ્રાન્ડ્સને ટાર્ગેટ કરીને મોટો સાઇબર હુમલો કરવામાં આવ્યો છે. આ સાઇબર હુમલાની લપેટમાં ઝૂમ, બીબીસી, સીએનએન, આઇકીયા, એચએસબીસી વગેરે પણ આવી ગયા હતા. હેકરે કોઇ પણ કંપનીની સિસ્ટમને હેક નહોતી કરી પરંતુ એક થર્ડ પાર્ટી પ્લેટફોર્મ ઓપ્ટિમાઇઝલી વેબનો ઉપયોગ કર્યો હતો. આશરે ૧૭૮ જેટલી વેબસાઇટ પર ખતરનાક માલવેર મળી આવ્યો હતો, સાથે જ ક્રિપ્ટો વોલેટ અને બેન્કની વિગતોની પણ ચોરી થઇ છે.
આ સમગ્ર મામલો ૧૬મી નવેમ્બરના સામે આવ્યો હતો, આ સાઇબર હુમલામાં હેકર્સે વેબસાઇટ પર એક ખતરનાક કોડને ઇન્જેક્ટ કર્યો હતો. આ કોડ યૂઝર્સના ક્રિપ્ટોકરંસી વોલેટનું એડ્રેસ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ પેમેન્ટની જાણકારી પણ ચોરી શકે અને બ્રાઉઝરની કુકીઝ તેમજ સ્ક્રીનશોટને પણ સામેલ કરી શકે છે. વિશ્વભરમાં આશરે ૧૭૮ જેટલી વેબસાઇટ્સ પર આ સાઇબર હુમલો કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આઇફોન અને આઇપેડ યૂઝર્સને નિશાન બનાવવા માટે કોરન અને ડાર્કસ્વોર્ડ જેવા આઇઓએસ એક્સપ્લોઇટ કિટ પણ સામેલ હતા. આ સાઇબર હુમલામાં ક્રિપ્ટોકરંસીની ચોરી થયાનું સામે આવ્યું છે. ટ્રાન્ઝેક્શનની પણ કેટલીક જાણકારી સામે આવી રહી છે. સાઇબર એટેકમાં ઓપ્ટિમાઇઝલી વેબ પ્લેટફોર્મનો ઉપયોગ થયો છે.
ઓપ્ટિમાઇઝલી વેબ પ્લેટફોર્મ કંપનીઓની પોતાની વેબસાઇટ પર અલગ અલગ ડિઝાઇન અને ફીચર્સનું ટેસ્ટિંગની સુવિધા આપે છે. જેના માટે વેબસાઇટ પર જાવાસ્ક્રિપ્ટનો એક સ્નિપેટ લોડ કરવામાં આવે છે. આ સાઇબર હુમલાનું સૌથી ખતરનાક ફીચર ક્રિપ્ટોકરંસી વોલેટનું એડ્રેસ બદલવાનું હતું. આ ઘટના બાદ નિષ્ણાતોએ એવી સલાહ આપી છે કે જો લોકો સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરીને પણ રૂપિયા ટ્રાન્સફર કરતા હોય તો પણ રિસીવરનું નામ, આઇડી વગેરેની ચકાસણી ખાસ કરવી જોઇએ.