- બાબાને મળવા માદુરો બે વખત ભારત આવ્યા હતા
- વેનેઝૂએલાના પ્રમુખના પેલેસમાં પ્રમુખની ઓફીસમાં સાઇમન બોલીમર અને હ્યુગો ચાવેઝની તસ્વીરોની વચ્ચે બાબાની તસવીર પણ છે
નવી દિલ્હી : વેનેઝૂએલાના પદભ્રષ્ટ અને બંદીવાન પ્રમુખ નિકોલસ માદુરો સત્ય સાંઇબાબાના ભક્ત છે. સત્ય સાંઈના નિધનના દિવસે વેનેઝૂલેવાની સંસદમાં શોક પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો અને દેશમાં એક દિવસનો જાહેર શોક પણ જાહેર કરાયો હતો.
વેનેઝૂએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ પોતાની ઓફીસમાં ક્રાંતિકારીઓ સાઇમન બોલીમર અને હ્યુગો ચાવેઝની છબીઓની વચ્ચે સત્ય સાંઈબાબાની તસવીર પણ પોતાનાં ટેબલની સામે રાખી હતી.
અત્યારે તો નિકોલસ માદુરો અને તેઓનાં પત્ની સીબીયા ફલોરેસ ન્યૂયોર્કમાં કસ્ટડીમાં છે અને તેઓની ઉપર આજ સોમવારથી કાનૂની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ ભાગ્યે જ કોઈને માહિતી હશે કે માદુરો અને તેઓનાં પત્ની બંનેએ સત્ય સાંઈબાબાનાં દર્શનાર્થે બે વખત ભારતની મુલાકાત લીધી હતી અને તે પણ કોઈ રાજકીય હેતુ માટે નહીં માત્ર ભક્તિભાવથી મુલાકાત લીધી હતી. ૨૦૦૫માં તેઓ દેશના વિદેશમંત્રી હતા ત્યારે માદુરો અને તેઓનાં પત્ની સીલીયા ફલોરેસ આંધ્રપ્રદેશનાં પુટ્ટપર્થી ગયાં હતાં ત્યાં બંનેએ સત્ય સાંઈના આશ્રમ પ્રશાંતિ નીલયમ્ આશ્રમની મુલાકાત લીધી હતી અને સત્ય સાંઈને પણ મળ્યા હતા. તે સમયનો ફોટો પણ મળી આવ્યો છે, જેમાં માદુરો અને તેઓનાં પત્ની વિનમ્રતા પૂર્વક ભૂમિ ઉપર બેસી ગુરૂની વાત સાંભળતા હતા.
આશ્ચર્યની વાત તો તે છે કે પોતાનાં ૧૩ વર્ષનાં શાસન દરમિયાન દરેક વિરોધને કચડી નાખનાર માદુરો સત્ય સાંઈબાબાને પોતાના અધ્યાત્મિક ગુરૂ માનતા હતા. સત્યસાંઈનો ઉપદેશ તો ''સૌને પ્રેમ કરો, સૌની સેવા કરો.''


