બાંગ્લાદેશમાં દોડશે મેડ ઈન ઈન્ડિયા ટ્રેન, લીલા રંગના કોચ જાણો ભારત કરતાં કેટલા અલગ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Made In India Train To Run In Bangladesh: બાંગ્લાદેશના રેલવે ટ્રેક પર હવે મેડ ઈન ઈન્ડિયા ટ્રેન. ભારતની રેલવે ટેકનોલોજી અને કોચ નિર્માણ ક્ષમતાનો લાભ હવે પાડોસી દેશ બાંગ્લાદેશને પણ મળવા જઈ રહ્યો છે. પંજાબના કપૂરથલાની રેલ કોચ ફેક્ટરી બાંગ્લાદેશ રેલવે માટે LHB કોચ બનાવી રહી છે. 19 LHB કોચ ધરાવતી પહેલી રેક બનીને તૈયાર પણ થઈ ચૂકી છે, જે 12 ઓગસ્ટે બાંગ્લાદેશ માટે રવાના કરવામાં આવશે.
આ રેકમાં તમામ 19 LHB બ્રોડ ગેજ પેસેન્જર કોચ સામેલ છે, જેમાં AC સ્લીપર કોચ, 3 AC ચેર કાર, 11 નોન-AC ચેર કાર અને 2 પાવર કાર કોચ સામેલ છે. તમને જણાવી દઈએ કે, આમાં બાંગ્લાદેશ રેલવેની જરૂરિયાતો મુજબ કેટલીક નવી ડિઝાઈન અને ટેકનિકલ ફેરફારો પણ કરવામાં આવ્યા છે. તેમજ કેટલાક ડિઝાઈન ફીચર્સ પહેલીવાર LHB કોચમાં સામેલ કરવામાં આવ્યા છે.
મુસાફરો માટે ખાસ સુવિધા
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમાં આરામદાયક રિક્લાઈનર ચેર એટલે કે પાછળની તરફ નમી શકે તેવી સીટો લગાવવામાં આવી છે, જેથી લાંબી મુસાફરીમાં તેમને કોઈ અગવડ ન પડે. આ સાથે જ સીટોમાં સ્ટેનલેસ સ્ટીલના આર્મરેસ્ટ અને ફુટરેસ્ટ પણ લગાવવામાં આવ્યા છે. આ સાથે જ AC કોચમાં પંખા, CCTV કેમેરા, પેસેન્જર અલાર્મ સિસ્ટમ, આંશિક રીતે ખૂલતી બારીઓ, બેબી કેર રૂમ અને પ્રાર્થના ખંડ પણ બનાવવામાં આવ્યા છે.
સુરક્ષા અને ટેકનિક
ટ્રેનના કોચની છતને ખૂબ મજબૂત બનાવવામાં આવી છે, જેથી તે વધુમાં વધુ ભાર સહન કરી શકે. આ કોચને દુર્ઘટના-સુરક્ષિત ડિઝાઇનથી તૈયાર કરવામાં આવ્યા છે, જેથી ટક્કરની સ્થિતિમાં પણ મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે. તમને જણાવી દઈએ કે, આ કોચની ડિઝાઈન યુરોપિયન સ્ટાન્ડર્ડ EN 15227 મુજબ છે.
કોચની ઈલેક્ટ્રિકલ સિસ્ટમને 415 વોલ્ટ હિસાબે ડિઝાઈન કરવામાં આવી છે, જ્યારે ભારતીય રેલવેના સામાન્ય કોચમાં 750 વોલ્ટ સિસ્ટમનો ઉપયોગ થાય છે.
ભારત-બાંગ્લાદેશ રેલવે સહયોગ
RCF અને બાંગ્લાદેશ રેલવે વચ્ચે સહયોગ 2015-16માં શરૂ થયો હતો, જ્યારે RCFએ બાંગ્લાદેશને 120 LHB બ્રોડ ગેજ કોચ આપ્યા હતા. આ જ સફળ સહયોગ બાદ 2024માં બાંગ્લાદેશ રેલવેએ RITES મારફતે RCFને 200 બ્રોડ ગેજ પેસેન્જર કોચ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો હતો. આ 200 કોચ 7 અલગ-અલગ કેટેગરીમાં બનાવવામાં આવશે.
19 કોચ ધરાવતી પહેલી રેકનો ઓર્ડર પૂર્ણ થવો એ ભારતીય રેલવે અને RCF માટે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આ મામલો માત્ર વિદેશી ઓર્ડર પૂરો કરવા પૂરતો સીમિત નથી, પરંતુ ભારતની ઉત્કૃષ્ટ ડિઝાઇન, એન્જિનિયરિંગ અને નિર્માણ ક્ષમતાને પણ દર્શાવે છે.









