World

ભારતના બંને હાથમાં લાડુ: રશિયા પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધો ટળ્યા, વેપાર માટે રસ્તો સાફ!

By GS Team
14 Jul 20263 mins read
TukuTouch Logo
યુરોપિયન યુનિયનની મહત્વપૂર્ણ બેઠકમાં રશિયા પરના પ્રતિબંધો પર સહમતિ ન સધાતા ભારતને મોટી રાહત મળી છે. સોમવારે મળેલી બેઠકમાં દક્ષિણ યુરોપિયન દેશોના વિરોધને કારણે 21મા પ્રતિબંધ પેકેજ પર નિર્ણય ટળ્યો. આ નિર્ણયથી ભારત હવે યુરોપ અને રશિયા બંને સાથે અવરોધ વિના વેપાર ચાલુ રાખી શકશે, જેમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી પણ સામેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના બંને હાથમાં લાડુ: રશિયા પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધો ટળ્યા, વેપાર માટે રસ્તો સાફ!

European Union sanctions on Russia averted: ભારતની એક નજર યુરોપિયન યુનિયન પર હતી, તો બીજી નજર રશિયા તરફ હતી. કારણ કે સોમવારે યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં રશિયા પર પ્રતિબંધો લાદવા કે નહીં તે અંગે નિર્ણય લેવાનો હતો. આખરે પરિણામ એ જ આવ્યું જેની ભારત રાહ જોઈ રહ્યું હતું. યુરોપિયન યુનિયનના નેતાઓ આ પ્રતિબંધો પર પરસ્પર સહમતિ ન સાધી શક્યા. જો યુરોપિયન દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદી દીધા હોત, તો એવી આશંકા સેવાઈ રહી હતી કે ભારત રશિયા સાથે ટ્રેડ ન કરી શકત.

એવું માનવામાં આવી રહ્યું હતું કે, આ નવા પ્રતિબંધોમાં કેટલીક એવી કડક શરતો સામેલ થઈ શકતી હતી, જેના હેઠળ એવો નિયમ થોપી શકાય તેમ હતો કે જે દેશો જેમ કે ભારત રશિયા સાથે વેપાર કરશે, તેઓ યુરોપિયન યુનિયનના દેશો સાથે વેપાર નહીં કરી શકશે. ભારત હાલના સમયમાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને અન્ય ઉત્પાદનો ખરીદી રહ્યું છે. આ સાથે જ ભારત યુરોપિયન દેશોમાં પણ પોતાની ઘણી બધી વસ્તુઓની નિકાસ કરે છે. જો આ પ્રતિબંધો લાગુ થઈ ગયા હોત, તો ભારતની કેટલીક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વ્યાપારી ડીલ ફસાઈ જાય તેમ હતી.

ભારતના બંને હાથમાં લાડુ

હવે જ્યારે યુરોપિયન યુનિયનમાં આ ડીલ પર સહમતિ સધાઈ શકી નથી અને તે ટળી ગઈ છે, ત્યારે ભારત માટે રસ્તો સાફ થઈ ગયો છે. ભારત હવે કોઈપણ પ્રકારના પ્રતિબંધ અથવા દબાણ વિના યુરોપને પોતાનો સામાન વેચવાનું ચાલુ રાખી શકે છે અને આ સાથે જ રશિયા સાથે પણ પોતાનો આર્થિક તેમજ તેલનો વેપાર કોઈપણ અવરોધ વિના કરી શકશે.

યુરોપિયન યુનિયનમાં શું થયું અને ડીલ કેમ અટકી?

સોમવારે યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી, જેનો મુખ્ય હેતુ રશિયા પર નવા અને વધુ કડક પ્રતિબંધો લાદવાનો હતો. આ 21મા પેકેજ પર અગાઉ ચર્ચા નહોતી થઈ શકી, કારણ કે હંગેરીના પૂર્વ વડાપ્રધાન વિક્ટર ઓર્બને પોતાના વીટોનો ઉપયોગ કરીને તેને રોકી રાખ્યું હતું, જેના કારણે મંત્રીઓ જાણતા હતા કે, આ પ્રસ્તાવ આગળ નહીં વધી શકશે. જો કે, આ વખતે આ પ્રસ્તાવોને મુખ્યત્વે દક્ષિણ યુરોપિયન દેશો તરફથી પડકાર આપવામાં આવ્યો હતો, જેના કારણે આ અંગે અંતિમ સહમતિ ન સધાઈ.

આ પેકેજમાં શું-શું સામેલ હતું?

ઓઈલની કિંમતો પર રોક: રશિયાને તેલના વધતા ભાવનો લાભ લેતા અટકાવવું.
રશિયન સૈનિકો પર પ્રતિબંધ: રશિયન સૈનિકોની યુરોપીય સંઘમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવો.
દરિયાઈ જીવો પપ પ્રતિબંધ: રશિયાથી આવતી માછલીઓના વેપાર પર રોક.

ઓઈલ પ્રાઈસ કેપ સૌથી મોટો મુદ્દો

આ પ્રતિબંધ પેકેજનો સૌથી મહત્વનો ભાગ રશિયાના ક્રૂડ ઓઈલ પર પ્રાઈસ કેપ જાળવી રાખવાનો હતો. વર્તમાન સમયમાં રશિયન તેલની નિકાસ પર પ્રતિ બેરલ 44.10 ડૉલરની પ્રાઇસ કેપ નક્કી થયેલી છે. આ મર્યાદા 15 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે. જો આગામી બે દિવસમાં યુરોપિયન દેશો કોઈ કરાર પર નહીં પહોંચે, તો આ પ્રાઈસ કેપ ખતમ થઈ જશે. જેનો અર્થ એ થાય છે કે રશિયા પોતાનું તેલ ખુલ્લા બજારની કિંમતો પર વેચી શકશે.

તાજેતરમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાના કારણે વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. જો પ્રાઈસ કપ હટે તો રશિયા આ ઉછાળાનો સીધો ફાયદો ઉઠાવશે અને તેની પાસે યુદ્ધ માટે નવી આવક આવી જશે.