World

ભારતની પ્રગતિ રોકવા જિનપિંગ પાક.ને છાવરે છે

By GS Team
22 Nov 20263 mins read
TukuTouch Logo
યુએસ કોંગ્રેસના રિપોર્ટ મુજબ, ચીન ભારતની આર્થિક અને લશ્કરી શક્તિને પડકાર માની રહ્યું છે. ચીન પાકિસ્તાનને સમર્થન આપીને ભારત પર સરહદ પર દબાણ વધારી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને સેટેલાઇટ દ્વારા પાકિસ્તાનને ભારતીય લક્ષ્યાંકોની માહિતી આપી મદદ કરી હતી. રિપોર્ટમાં વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ગુપ્તચર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની પ્રગતિ રોકવા જિનપિંગ પાક.ને છાવરે છે
  • વડાપ્રધાન મોદીને જેના પર ભારોભાર ભરોસો છે તે ચીન અંગે યુએસ કોંગ્રેસમાં મૂકાયેલા રિપોર્ટથી સનસનાટી
  • ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પાક.ને સેટેલાઇટથી ભારતના લક્ષ્યાંકો અંગે માહિતી આપીને મદદ કરી હતી

વોશિંગ્ટન : યુએસ કોંગ્રેસના રિપોર્ટમાં જણાવાયું છે કે ચીન ભારતની વૃદ્ધિને રોકવા પાક.ને સમર્થન આપી રહ્યુ છે, સરહદ પર દબાણ સર્જી રહ્યુ છે અને મહત્ત્વના ઔદ્યોગિક પુરવઠા પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. ચીન વિવાદાસ્પદ સરહદ પર તેની લશ્કરી હાજરીનો દૂરુપયોગ કરતાં ભારત પર દબાણ સર્જી પાક.ને મદદ કરી રહ્યુ છે. ઓપરેશન સિંદૂૂર દરમિયાન પણ ચીને સીધા યુદ્ધમાં ભાગ ન લઈને પણ પાક.ને સેટેલાઇટની મદદથી ભારતીય લશ્કરી દળોની હિલચાલની માહિતી પૂરી પાડી મદદ કરી હતી.
આના પગલે યુએસ કોંગ્રેસે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ઇન્ટેલિજન્સ, મેરીટાઇમ અને મેન્યુફેક્ચરિંગ સહયોગની દિશામાં આગળ વધવું જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવન્યુ કમિશનના ૨૦૨૬નો વાર્ષિક અહેવાલ કોંગ્રેસે ૧૮મી નવેમ્બરના રોજ જારી કર્યો હતો. તેમા જણાવાયું હતું કે ભારતની વધતી જતી આર્થિક અને લશ્કરી તાકાતને ચીન તેના માટે જોખમ તરીકે જુએ છે. તેના લીધે ચીન ભારતને ભાવિ પડકાર તરીકે જુએ છે.
આના પ્રત્યાઘાત રૂપે ચીન ભારતને દબાવવા માટે પ્રયત્ન કરે છે, એમ કમિશને જણાવ્યું હતું. તેથી જ ચીન ભારત તેના પર બને તેટલું આર્થિક રીતે અવલંબિત રહે તેના માટે પ્રયત્નશીલ છે. અહેવાલમાં ૨૦૨૫મા ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પાકિસ્તાનને કરેલી મદદ અંગે જણઆવાયું હતું. ચીને અહીં તે સુનિશ્ચિત કરવા પ્રયત્ન કર્યો હતો કે યુદ્ધમાં પ્રવેશ્યા વગર દુશ્મનના દુશ્મનને કઈ રીતે મજબૂત કરી શકાય.
આ સંદર્ભમાં તેણે મે ૨૦૨૬માં ચાઇનીઝ સરકારી પ્રસારણકારે ઝાંગહેગના ઇન્ટરવ્યુને ટાંક્યો હતો. એવિયેશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇનાના આ એન્જિનિયરે જણાવ્યું હતું કે ભારત સાથેના યુદ્ધ દરમિયાન ચાઇનીઝ કર્મચારીઓએ પાક.ને ઓનલાઇટ ટેકનિકલ સપોર્ટ પૂરો પાડયો હતો. આ ઉપરાંત કમિશને ભારતીય લશ્કરી અધિકારીઓને તે આક્ષેપોને પણ ટાંક્યા હતા જેમા તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને ચીનનો ઇન્ટેલિજન્સ સપોર્ટ કે સેટેલાઇટ સપોર્ટ મળ્યો છે. જો કે બૈજિંગે આ દાવાને સમર્થન આપ્યું ન હતું. ખાસ પ્રકારની ચુપ્પી સાધેલી રાખી હતી.
ભારત અને ચીન ૨૦૨૪માં બોર્ડર ડિસએન્ગેજમેન્ટ એગ્રીમેન્ટ કરીને રાજકીય સંબંધો પૂર્વવત કરવા ફરીથી પ્રયત્નશીલ છે ત્યારે આ રિપોર્ટ આવ્યો છે. પંચે સ્પષ્ટ જણાવ્યું છે કે ભારત સાથે શાંતિની ડાહી-ડાહી વાતો કરતાં ચીને વાસ્તવિક અંકુશ રેખા પર તેના લશ્કરી ઇન્ફ્રાસ્રકચરની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે. અહેવાલે જણાવ્યું હતું કે ચીને આ માટે ચાઇનીઝ મશીનરી, ક્રિટિકલ મટીરિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજીમાં ભારતના તેના પરના આધારનો ઉપયોગ ભારતને દબાવવા કર્યો હતો.

ચીને હજી સુધી ગોપ્રો કેમેરાની માહિતી ભારતને આપી નથી

વોશિંગ્ટન : ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં આતંકીઓએ ઘટનાસ્થળની રેકી કરી, વિવિધ પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને ત્યાંના સંભવિત રેકોર્ડિંગ માટે જે ગોપ્રો કેમેરાનો ઉપયોગ કર્યો હતો તેના અંગે નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઇએ)એ પુરાવા માંગ્યા હતા. હવે આ માંગને વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હી સુધી પુરુવા આપવામા આવ્યા નથી.
આ બતાવે છે કે ચીન આ મામલે કેટલું ગંભીર છે.
ગયા વર્ષે પહલગામ નરસંહારમાં જવાબદાહ આતંકીઓ પાસેથી અમેરિકામાં બનેલો એક ગોપ્રો કેમેરા જપ્ત થયો હતો. એનઆઈએના ડીજી અગ્રવાલે જણાવ્યું હતું કે અમને હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી.