World

ત્રિરંગાના રંગે રંગાયો યેરૂશલેમનો કોર્ડ્ઝ-બ્રિજ

By GS Team
16 Aug 20261 min read
TukuTouch Logo
ભારતના 77મા સ્વાતંત્ર્ય દિને, ઇઝરાયેલનો જગ-વિખ્યાત કોર્ડઝ બ્રિજ ભારતીય ત્રિરંગાના રંગોથી ઝળહળી ઉઠ્યો હતો. યેરૂશલેમમાં ઇઝરાયેલ સ્થિત ભારતીય દૂતાવાસે આ તસવીરો શેર કરી, ભારત-ઇઝરાયેલની અતૂટ મૈત્રી અને સમાન મૂલ્યોનું પ્રતીક ગણાવ્યું. દૂતાવાસે ભવ્ય કાર્યક્રમ યોજી, 'વંદેમાતરમ્' ના 150 વર્ષની ઉજવણી કરી અને રાષ્ટ્રપતિનો સંદેશો પણ વાંચી સંભળાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રિરંગાના રંગે રંગાયો યેરૂશલેમનો કોર્ડ્ઝ-બ્રિજ

યેરૂશલેમ : ભારતના સ્વાતંત્ર્ય દિને ૧૫ મી ઓગસ્ટે ઇઝરાયેલનો જગ-વિખ્યાત કોર્ડઝ બ્રિજ ઝગમગી ઊઠયો. ઇઝરાયેલ સ્થિત ભારતીય દૂતાવાસે મીડીયા 'X' પ્લેટફોર્મ ઉપર તેની તસવીરો શેર કરી છે. સાથે લખ્યું છે કે આ ઘટના ભારત ઇઝરાયલ મૈત્રીના અતૂટ-સંબંધોની દ્યોતક છે. આ સાથે વધુમાં લખ્યું : આ મૈત્રી સમાન-મૂલ્યો અને સંભાવનાઓ ભર્યાં ભવિષ્યનું એક પ્રબળ પ્રતીક છે. ભારત અને ઇઝરાયલ સાથે મળી એક બહેતર અને મજબૂત કાલની રચનાની આશા રાખે છે.
ભારતીય દૂતાવાસે, ૧૫ મી ઓગસ્ટે એક ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ભારતીય યહૂદી સમુદાયના લોકો, પ્રવાસી ભારતીયો અને ભારતનાં મિત્ર રાષ્ટ્રોના પણ કેટલાયે અગ્રણીઓને આમંત્રિત કરાયા હતા. દૂતાવાસે તેમ પણ જણાવ્યું કે આ સમારોહ ભારે ઉત્સાહ અને જોશથી ઉજવવામાં આવ્યો હતો. તે કાર્યક્રમ સમયે પહેલીવાર 'રાષ્ટ્રગીત' વંદેમાતરમ્ ગાવામાં આવ્યું હતું. કારણ કે, બાબુ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેની રચના ૧૮૭૬માં કરી, તેનાં ૧૫૦ વર્ષ પૂરાં થયાં છે.
કાર્યક્રમનો પ્રારંભ રાજદૂત કે.પી.સિંહે દૂતાવાસ કમ્પાઉન્ડમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી શરૂ કર્યો. તે પછી રાષ્ટ્રગીત ગવાયું. કે.પી.સિંહે તે પછી રાષ્ટ્રપતિનો સ્વતંત્રતા દિવસ પરનો સંદેશો પણ વાંચી સંભળાવ્યો. ઉપરાંત 'નો ઇન્ડિયા ક્વિઝ' અને 'ઇન્ડિયા-થુ્ર-લેન્સ'ની ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા અને ભારતીય કેન્દ્રનો વિદ્યાર્થીનીઓએ ભારતીય ભારતનાટયમ્ રજૂ કર્યું હતું. સિંહે તેમનો ટૂંકા વક્તવ્યમાં, ભારત-ઇઝરાયલ સંબંધોમાં આવેલી ભારત પણ ક્રમશઃ રેખાંકિત કરી હતી.