હું ભગવાનનું કામ કરું છું, પ્રલય આવે તોય વાંધો નથી: અમેરિકાના ઉપપ્રમુખ જે ડી વેન્સનું ચોંકાવનારું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

JD Vance World End Statement: અમેરિકાના ઉપપ્રમુખ જે ડી વેન્સે એક ઇન્ટરવ્યુ દરમિયાન ધર્મ, વિશ્વના અંત અને રાજકારણને લઈને અત્યંત ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે તેઓ શક્ય તેટલું "ભગવાનનું કામ" કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જો તેના કારણે દુનિયાનો અંત આવે તો પણ તેમને કોઈ વાંધો નથી.
એક પોડકાસ્ટમાં વાત કરતાં વેન્સે પૃથ્વીના અંત, શેતાની શક્તિઓ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, શું આપણે પ્રલયના સમયમાં જીવી રહ્યા છીએ? મને ખબર નથી. જોકે મને આ વિષયમાં રસ છે, પણ તેના પર વધુ પડતું ધ્યાન આપવું નુકસાનકારક હોઈ શકે છે. જો મારું કામ દુનિયાના અંત તરફ દોરી જાય તો પણ ઠીક છે, અને જો તે એક એવી શ્રેષ્ઠ દુનિયાનું નિર્માણ કરે જે મારા ગયા પછી પણ લાંબા સમય સુધી ટકી રહે, તો એ પણ બહુ સારું છે.
કેથોલિક ધર્મ અપનાવવા અંગે પુસ્તક લખી ચૂકેલા વેન્સે કહ્યું કે દુનિયાનો અંત આવવાનો જ છે, સવાલ માત્ર એટલો છે કે તે હજારો વર્ષ પછી આવશે કે થોડા મહિનાઓ પછી.
AIને 'શેતાની' ગણાવ્યું
જેડી વેન્સે દુનિયાની હાલની સ્થિતિ પર ટિપ્પણી કરતાં કહ્યું કે જો આજે આપણી વચ્ચે કોઈ 'એન્ટિ-ક્રાઇસ્ટ'(ઈશ્વરવિરોધી શેતાની શક્તિ) ફરતી હોય તો તેમને કોઈ આશ્ચર્ય નહીં થાય. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અતિરેક સામે ચેતવણી આપી હતી. પોતાના એક પરિચિતનો દાખલો આપતાં તેમણે જણાવ્યું કે તે વ્યક્તિ પોતાના લગ્નજીવનના કાઉન્સેલિંગ માટે AIનો ઉપયોગ કરે છે, જે એક પ્રકારે 'શેતાની' બાબત છે. માનવીય સંબંધોમાંથી સામાજિક તત્ત્વ અને લાગણીઓ છીનવી લેવી એ અત્યંત જોખમી છે.




