World

પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા પહેલા જ ઈરાન-અમેરિકા વચ્ચે વિવાદ વધ્યો! જેડી વેન્સનો દાવો- ઈરાને ChatGPTથી લખાવ્યો પ્રસ્તાવ

By GS TEAM
9 Apr 20262 mins read
TukuTouch Logo
ઈરાન સીઝફાયર પહેલા તેનો ડ્રાફ્ટ ચર્ચામાં છે. પહેલા વ્હાઈટ હાઉસે કહ્યું કે, 'રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઈરાનનો પ્રસ્તાવ કચરાપેટીમાં ફેંકી દીધો.' આ પછી હવે અમેરિકન ઉપ પ્રમુખ જેડી વેન્સે કહ્યું કે, 'ઈરાને પ્રસ્તાવને ત્રણ અલગ-અલગ વર્ઝનમાં મોકલ્યો હતો.' જેમાં પહેલું વર્ઝન ChatGPTએ લખ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા પહેલા જ ઈરાન-અમેરિકા વચ્ચે વિવાદ વધ્યો! જેડી વેન્સનો દાવો- ઈરાને ChatGPTથી લખાવ્યો પ્રસ્તાવ

JD Vance Claims Iran Used ChatGPT for Ceasefire Proposal : ઈરાન સીઝફાયર પહેલા તેનો ડ્રાફ્ટ ચર્ચામાં છે. પહેલા વ્હાઈટ હાઉસે કહ્યું કે, 'રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઈરાનનો પ્રસ્તાવ કચરાપેટીમાં ફેંકી દીધો.' આ પછી હવે અમેરિકન ઉપ પ્રમુખ જેડી વેન્સે કહ્યું કે, 'ઈરાને પ્રસ્તાવને ત્રણ અલગ-અલગ વર્ઝનમાં મોકલ્યો હતો.' જેમાં પહેલું વર્ઝન ChatGPTએ લખ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. 

વેન્સે કહ્યું કે, 'ઈરાનના ત્રણ અલગ-અલગ પ્રસ્તાવની વાતને લઈને ભ્રમ પેદા થયો છે કે વાતચીતનો આધાર શું હશે.' જો કે, આ વાતચીત આગામી 11 એપ્રિલથી ઈસ્લામાબાદમાં શરૂ હોવાની સંભાવના છે.

8 એપ્રિલ, 2026ના રોજ બે અઠવાડિયાના સંઘર્ષ વિરામની જાહેરાત બાદ તહેરાને દાવો કર્યો છે કે, અમેરિકા તેમના 10 મુદ્દાનો પ્રસ્તાવ પર સહમત થયું છે. જેમાં યુદ્ધથી થયેલા નુકસાનની ભરપાઈ અને યુરેનિયમ સંવર્ધન માટેની પરવાનગીનો સમાવેશ થાય છે. જો કે, અમેરિકાએ ઈરાનના આ દાવાઓને નકારી કાઢ્યા છે.

ઈરાનનો પહેલા પ્રસ્તાવ ChatGPTએ લખ્યું હોવાનો અમેરિકન ઉપ પ્રમુખનો દાવો 

એક રિપોર્ટ મુજબ અમેરિકન ઉપ પ્રમુખ જેડીએ કહ્યું કે, 'પહેલો 10 મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને સાચું કહું તો, અમને શંકા છે કે તે ChatGPT દ્વારા લખાયેલો હશે. જેમાં બંને પક્ષ વાટાઘાટ કરવા માટેની ટીમના સભ્ય સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરે તરત જ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો." 

જેડીએ વધુમાં જણાવ્યું હતું કે, બીજો પ્રસ્તાવ વધુ તાર્કિક હતો કારણ કે તે પાકિસ્તાન અને ઈરાનના વાટાઘાટકારો વચ્ચેના કેટલાક પરામર્શ પછી તૈયાર કરવામાં આવ્યું હતું. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે(8 એપ્રિલ) ટ્રુથ પોસ્ટમાં આ પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: ટ્રમ્પ પર લગામની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, US સંસદમાં આવશે પ્રસ્તાવ

જ્યારે ત્રીજા પ્રસ્તાવ પર વાત કરતાં અમેરિકન ઉપ પ્રમુખે કહ્યું કે, 'આ પ્રસ્તાવ વધુ ઉગ્રવાદી છે.' આ દરમિયાન અમેરિકન ઉપ પ્રમુખે ઈરાનથી આગ્રહ કર્યો કે, બે અઠવાડિયાના યુદ્ધવિરામને પાટા પરથી ન ઉતારે. તેમણે દાવો કર્યો કે, લેબનોનને આ યુદ્ધવિરામ કરારમાં ક્યારેય સામેલ કરવામાં આવ્યું નથી.