World

ઇરાનના હુમલા પછી ઇટાલી ગલ્ફ દેશોમાં એર ડીફેન્સ એઇડ મોકલશે : મેલોની

By GS TEAM
15 Apr 20261 min read
ઇરાનના હુમલા પછી ઇટાલી ગલ્ફ દેશોમાં એર ડીફેન્સ એઇડ મોકલશે : મેલોની

- તેઓ મિત્ર દેશો છે જ ઉપરાંત ત્યાં વસતા હજ્જારો ઇટાલિયન્સ અને 2000 ઇટાલિયન સૈનિકોમાં રક્ષણ માટે પણ તે મોકલાશે

રોમ : ઇટાલીનાં વડાપ્રધાન, જ્યોર્જીયા મેલોનીએ ગુરૂવારે કહ્યું હતું કે ઇરાનના હુમલાઓને અનુલક્ષી ઇટાલી ગલ્ફ દેશોમાં એર ડીફેન્સ એઇડ મોકલવા આયોજન કરી રહ્યું છે. તેઓએ કહ્યું યુ.કે., ફ્રાન્સ અને જર્મનીની જેમ ઇટાલી પણ ભૂમિ રક્ષણ એન હવાઈ હુમલાઓ સામેનાં આકાશી રક્ષણ માટે સંસાધનો મોકલવાનું છે.

મેલોનીએ વધુમાં કહ્યું હતું કે તે દેશો ઇટાલીના મિત્રદેશો તો છે જ તેમને માટે પણ ઇટાલીની એર ડીફેન્સ સીસ્ટીમ મોકલવી જોઇએ. પરંતુ તે ઉપરાંત ત્યાં વસતા હજ્જારો ઇટાલિયન્સ તથા આશરે ૨૦૦૦ જેટલા ઇટાલિયન સૈનિકોનાં સંરક્ષણ માટે પણ આ સહાય મોકલવી અનિવાર્ય છે.

ગુરૂવારે રેડીયો સ્ટેશન આર.ટી.એલ. ૧૦૨૫ ઉપરથી ઇટાલીનાં વડાપ્રધાને કરેલી આ જાહેરાતથી એક હકીકત સ્પષ્ટ થઇ રહી છે કે ઇંગ્લેન્ડ સહિત પશ્ચિમ યુરોપના દેશો હવે સીધી રીતે ઇરાન અમેરિકા યુદ્ધમાં સંડોવાતા જાય છે. તેમ નિરીક્ષકોનું મંતવ્ય રહ્યું છે.