ઇટાલીનાં વડાપ્રધાન જયોર્જીયા મેલોવીએ 12 વર્ષ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન પદે રહેવા માટે મોદીને અભિનંદનો આપ્યા

- નહેરૂ '47થી વડાપ્રધાન પદે આ પદ પર ચૂંટાયા : 1951ની ચૂંટણીમાં
- દુનિયાભરમાંથી વડાપ્રધાન મોદીને અભિનંદનો મલી રહ્યાં છે - સૌથી પહેલા જ્યોર્જીયા પછી તુર્તજ મોઇજ્જુએ અભિનંદન આપ્યા
નવી દિલ્હી : ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ૧૨ વર્ષ સુધી વડાપ્રધાન પદે રહેવા માટે વધાઈ આપી છે. માત્ર મેલોનીએ જ નહીં પરંતુ દુનિયાભરમાંથી તેઓની ઉપર અભિનંદનો વર્ષી રહ્યાં છે.
જ્યોર્જીઆ મેલોનીએ સોશ્યલ મીડીયા પોસ્ટમાં લખ્યું : 'નરેન્દ્ર મોદીને હાર્દિક બધાઈ, આજે તેઓ ભારતના ઇતિહાસમાં હજી સુધીમાં થયેલા વડાપ્રધાનોમાં આટલા લાંબા સમય સુધી સેવા આપનાર આપ પહેલા વડાપ્રધાન છો. તાજેતરનાં જ સપ્તાહોમાં રોમમાં આપને બે વખત મળતાં એક વિશેષ રણનીતિક ભાગીદારીની શરૂઆત કરવામાં આવી છે તેથી બેહદ ખુશી થાય છે. જે અમારા રાષ્ટ્ર અને અમારી જનતા માટે નવો અવસર પેદા કરવાના ઉદ્દેશ્યથી ભવિષ્ય તરફ અમે જોઇ રહ્યાં છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર તા. ૯ જૂન ૨૦૧૬ના દિવસે કેન્દ્ર સરકારના વડા તરીકેનાં ૧૨ વર્ષ પૂરા કર્યાં છે. તેઓનો કાર્યકાળ ૪,૩૯૯ દિવસનો પૂરો થયો છે. આ પૂર્વે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સૌથી લાંબા સમય સુધી નિર્વાચિત વડાપ્રધાન પદે રહ્યા હતા. તેઓનો વિધિવત કાર્યકાળ તો ૧૯૫૨ થી શરૂ થયો હતો. તે પૂર્વે તેઓ ૧૯૪૭ થી ૧૯૫૨ સુધી અંતરિમ સરકારના વડા હતા. ઇંદિરા ગાંધી ૧૪ વર્ષ વડાપ્રધાન પદે હતાં, પરંતુ તેમનો કાર્યકાળ સતત ન હતો. બે ભાગમાં વહેંચાયેલો અને ૨૦૧૪માં ૯મી જુને વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન પદે શપથ લીધા હતા, ૨૦૧૯ અને ૨૦૨૪માં પણ સતત ત્રીજીવાર ચૂંટાઈ આવી તેમણે વિક્રમ સર્જયો છે.









