World

'મુસ્લિમોને ભારતમાંથી બહાર કાઢવા તે હિન્દુત્વ નથી, તમામ રસ્તાઓ ઈશ્વર તરફ જ જાય છે...': ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
ન્યૂયોર્કમાં 'એક દુનિયા, એક માનવતા' કાર્યક્રમમાં RSS પ્રમુખ મોહન ભાગવતે સંબોધન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પૂજા પદ્ધતિઓ ભલે અલગ હોય, પરંતુ અંતિમ સત્ય અને માનવતા એક જ છે. ભાગવતે કહ્યું કે, ધર્મ ભલે અલગ હોય, પણ માનવતા એક છે. બધા રસ્તાઓ એક જ સત્ય તરફ દોરી જાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, હિન્દુત્વનો અર્થ સૌની ગરિમા સ્વીકારવી છે, મુસ્લિમોને દેશમાંથી કાઢવાની વાત હિન્દુ વિચાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

'મુસ્લિમોને ભારતમાંથી બહાર કાઢવા તે હિન્દુત્વ નથી, તમામ રસ્તાઓ ઈશ્વર તરફ જ જાય છે...': ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત

RSS Chief Mohan Bhagwat New York Speech: અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજિત 'એક દુનિયા, એક માનવતા' (One World, One Humanity) કાર્યક્રમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પૂજા-પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ અંતિમ સત્ય અને માનવતા એક જ છે.

સત્ય એક છે, રસ્તાઓ જુદા જુદા

મોહન ભાગવતે જણાવ્યું કે આપણો સમાજ પરંપરાગત રીતે માને છે કે, ધર્મ ભલે અલગ હોય, પરંતુ માનવતા એક છે. મનુષ્ય પોતાના અનુભવો અને સીમાઓને કારણે સત્યને અલગ-અલગ રીતે સમજે છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, જેમ પૃથ્વી પર પડતું દરેક પાણીનું ટીપું અંતે સમુદ્રમાં જ મળે છે, તેમ તમામ સંપ્રદાયો અને રસ્તાઓ તે જ એક અંતિમ સત્ય કે ઈશ્વર તરફ જાય છે.

હિન્દુત્વની સાચી વ્યાખ્યા અને મુસ્લિમ સમાજ સાથે સંવાદ

2018ના દિલ્હીના એક કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે 'શું હિન્દુ રાષ્ટ્રમાં મુસલમાનોને બહાર કાઢી મુકાશે?', ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, 'ના, આ હિન્દુ વિચાર નથી. જો કોઈ હિન્દુ એવું માને છે કે, દેશમાં કોઈ મુસ્લિમ ન હોવો જોઈએ, તો તે હિન્દુ રહી શકતો નથી.' હિન્દુ હોવાનો અર્થ જ એ છે કે, દરેક વ્યક્તિની ગરિમાનો સ્વીકાર કરવો અને માનવું કે બધા જ રસ્તાઓ એક જ સત્ય તરફ દોરી જાય છે.

સેવા અને સંવાદથી સમાજમાં પરિવર્તન

તેમણે ઉમેર્યું કે, RSS છેલ્લા 100 વર્ષથી સમાજસેવામાં કાર્યરત છે. સેવા કરતી વખતે ધર્મ કે ઓળખનો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. હરિયાણામાં વિમાન દુર્ઘટના વખતે સંઘના સ્વયંસેવકોએ મુસ્લિમ મુસાફરોની પણ નિઃસ્વાર્થ ભાવે મદદ કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, રાજકારણથી પહેલાં સમાજમાં પરિવર્તન લાવવું જરૂરી છે. લોકશાહીમાં જ્યારે જનમત મજબૂત થશે, ત્યારે જ સાચું પરિવર્તન શક્ય બનશે.