Get The App

લેબેનોનની 'પોલિટિકલ નો-મેન્સ લેન્ડ'માં ઇઝરાયલી સેના ફસાઈ રહેલી છે

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
લેબેનોનની 'પોલિટિકલ નો-મેન્સ લેન્ડ'માં ઇઝરાયલી સેના ફસાઈ રહેલી છે 1 - image

- ટ્રમ્પ નેતન્યાહુને કહે છે લેબેનોનમાં કાર્યવાહી બંધ થવી જ જોઈએ જ્યારે ઇઝરાયેલી દબાણ કરે છે યુદ્ધ ચાલુ રાખો

તેલ-અવીવ : લેબેનોનમાં કાર્યરત ઇઝરાયલી ટ્રુપ્સ ખરેખરી 'પોલિટિકલ નો-મેન્સ લેન્ડ'માં ફસાઈ ગયા છે. ટ્રમ્પ નેતન્યાહુને કહે છે લેબેનોનમાં લશ્કરી કાર્યવાહી બંધ થવી જ જોઈએ જ્યારે ઇઝરાયલી નાગરિકો સામું તેટલું જ દબાણ કરી રહ્યા છે કે ઇરાનનું પીઠબળ ધરાવતા હીઝબુલ્લાહ ઉપર લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવી જ જોઈએ.

અમેરિકી પ્રમુખનું તો સ્પષ્ટ કહેવું છે કે, લેબેનોનમાં થઈ રહેલું યુદ્ધ શાંતિ-મંત્રણાને પાટા ઉપરથી ખેરવી નાખે છે. વૉશિંગ્ટન- તહેરાન શાંતિ મંત્રણા પર એનું જોખમ ઉપસ્થિત થશે.

બીજી તરફ ઇઝરાયલી દળોએ દક્ષિણ લેબેનોન પર બે વખત હુમલા કર્યા હતા. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે, દક્ષિણ લેબેનોનમાં આવેલા અલિ-અલ નાહેર પર્વતમાળામાં રહેલા હિઝબુલ્લાહ હુમલાઓ કરી રહ્યા છે.

મહત્ત્વની વાત એ છે કે દક્ષિણ લેબેનોનનો આ પ્રદેશ ઇઝરાયેલના ઉત્તર ભાગને સ્પર્શે છે તેથી ત્યાં રહેલા આતંકીઓ ઇઝરાયલ માટે ભયરૂપ છે. આથી ઇઝરાયલના નાગરિકો જ નેતન્યાહુુ ઉપર યુદ્ધ ચાલુ રાખવા દબાણ કરી રહ્યા છે. સાથે ઇઝરાયલના અગ્રણીઓ કહે છે કે, ઇઝરાયેલમાં તે અલિ-અલ-નાહેરના પ્રવતીય પ્રદેશ પર કબ્જો જમાવી જ દેવો જોઈએ જેથી ઇઝરાયેલી સેના પૂરી તાકાતથી કાર્ય કરી શકે.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે ગોલન- હાઇટ્સ પર તો કબ્જો જમાવી જ દીધો છે. આ ગોલન હાઇટલ ઇઝરાયલ સીરીયાની સરહદે આવેલી છે તેવી જ રીતે ઇઝરાયલ સંપૂર્ણ અલિ-અલ-નાહેર પર્વતમાળા ઉપર કબજો જમાવી પોતાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત બનાવવા માંગે છે તેણે તે પર્વતમાળાનો દક્ષિણનો ભાગ તો કબ્જે કરી જ દીધો છે. ટૂંકમાં, ઇઝરાયેલ લેેબેનોન યુદ્ધ પશ્ચિમ એશિયાની શાંતિ જોખમાવી રહ્યું છે. શાંતિ મંત્રણમાં અવરોધ કરી રહે તેમ છે.