World

ઈરાન-ઈઝરાયલના યુદ્ધથી ચિંતિત થયા પુતિન અને જિનપિંગ, કહ્યું- ‘યુદ્ધવિરામ લાગુ કરો, બળપ્રયોગ સમસ્યાનું સમાધાન નથી’

By GS TEAM
19 Jun 20253 mins read
TukuTouch Logo
ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ ભયાનક સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. ઈઝરાયલનું સમર્થન કરનાર અમેરિકા પણ યુદ્ધમાં જંપ લાવશે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે વિશ્વભરમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. યુદ્ધને લઈને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુક શીન જિંનપિંગે ચિંતા વ્યક્ત કરી છે. જિનપિંગે કહ્યું કે, ‘ઘર્ષણને અટકાવવા માટે યુદ્ધવિરામ જરૂરી છે. આંતરરાષ્ટ્રીય વિવાદ ઉકેલવાની રીત બળપ્રયોગ ન હોઈ શકે.’

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-ઈઝરાયલના યુદ્ધથી ચિંતિત થયા પુતિન અને જિનપિંગ, કહ્યું- ‘યુદ્ધવિરામ લાગુ કરો, બળપ્રયોગ સમસ્યાનું સમાધાન નથી’

Israel-Iran War : ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ ભયાનક સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. ઈઝરાયલનું સમર્થન કરનાર અમેરિકા પણ યુદ્ધમાં જંપ લાવશે, તેવી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે વિશ્વભરમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. યુદ્ધને લઈને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શીન જિંનપિંગે (China President Xi Jinping) ચિંતા વ્યક્ત કરી છે. જિનપિંગે કહ્યું કે, ‘ઘર્ષણને અટકાવવા માટે યુદ્ધવિરામ જરૂરી છે. આંતરરાષ્ટ્રીય વિવાદ ઉકેલવાની રીત બળપ્રયોગ ન હોઈ શકે.’

પુતિન-જિનપિંગ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ

ચીનની સમાચાર એજન્સી પીપલ્સ ડેલીના રિપોર્ટ મુજબ, જિનપિંગ અને પુતિન વચ્ચે ટેલિફોનીક વાતચીત થઈ હતી, જેમાં બંને નેતાઓએ મધ્ય-પૂર્વની સ્થિતિ પર ચર્ચા કરી યુદ્ધને લઈ ચિંતા વ્યક્ત કરી છે. બંનેએ વિવાદના પડેલા તમામ પક્ષો, ખાસ કરીને ઈઝરાયલને અપીલ કરી છે કે, તેઓ મધ્ય-પૂર્વમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા માટે વહેલામાં વહેલી તકે યુદ્ધવિરામ લાગુ કરે. જિનપિંગે ભારપૂર્વક કહ્યું કે, ચીન હંમેશા સંવાદ અને રાજદ્વારી દ્વારા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉકેલવાના પક્ષમાં છે, તેથી કોઈપણ પ્રકારના બળ પ્રયોગથી સમસ્યાનું કાયમી સમાધાન ન થઈ શકે.

આ પણ વાંચો : ગુજરાતથી સૌથી નજીક ચાબહાર પોર્ટ પર સંકટ... ભારતનું વધ્યું ટેન્શન, દાવ પર લગભગ 4771 કરોડ રૂપિયા

ઈઝરાયલના ત્રણ શહેરો પર ઈરાનનો હુમલો

ઈઝરાયલ-ઈરાન પર ઘણા દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરના હુમલાની વાત કરીએ તો ઈરાને ઈઝરાયેલ મોટા શહેરો તેલ અવીવ, બીર્શેબા, રમતગન અને હોલોન પર ચાર બેલેસ્ટીક મિસાઈ ઝિંકી છે. આમાંથી એક મિસાઈલ તેલ અવીવના સોરોકા હોસ્પિટલમાં પડી છે, જેના કારણે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ છે. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગેની મહત્ત્વની અપડેટ

ઈરાનનો ઈઝરાયલની હોસ્પિટલ પર હુમલો : ઈઝરાયલ-ઈરાનનું યુદ્ધ ભયાનક સ્થિતિ પર પહોંચી ગયું છે. બંને દેશો એકબીજા પર મિસાઈલ અને ડ્રોથી હુમલા કરી રહ્યા છે. ઈરાને તાજેતરમાં ઈઝરાયલની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો, ઈરાને ઈઝરાયલમાં આવેલી સોરોકા હોસ્પિટલને નિશાન બનાવી હતી. 4 બેલેસ્ટિક મિસાઈલ ઝીંકીને ઈરાને અહીં મોટાપાયે વિનાશ વેર્યો હતો. હુમલા બાદના દૃશ્યો પણ સામે આવ્યા હતા જેમાં હોસ્પિટલને થયેલું મોટું નુકસાન દેખાઈ રહ્યું છે. જોકે હજુ સુધી આ હુમલામાં કેટલા લોકોના મોત કે ઈજાગ્રસ્ત થયા છે તેના આંકડા સામે આવ્યા નથી. 

આ પણ વાંચો : ચીન કે રશિયા નહીં ઈરાનને બચાવવા માટે આગળ આવ્યા આ 3 શક્તિશાળી દેશો, યુદ્ધ રોકાશે? 

હોસ્પિટલ પર હુમલા બાદ ઈઝરાયલની ઈરાનને ધમકી : હોસ્પિટલ પર હુમલા બાદ ઈઝરાયલ ભડકી ઉઠ્યું છે. ઈઝરાયલના રક્ષા મંત્રી કાટ્ઝે ઈરાન વિરૂદ્ધ ઉગ્ર મોરચો છેડતાં તેના સુપ્રીમ લીડર અલી ખામેનેઈને મારવાની ખુલ્લેઆમ ધમકી આપી છે. કાટ્ઝનું આ નિવેદન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના બદલો લેવાના વચનની થોડી ક્ષણો બાદ આવ્યું છે. કાટ્ઝે કહ્યું છે કે, હોસ્પિટલ પર હુમલા માટે ખામેનેઈ જવાબદાર છે. આથી હવે અમે સીધા તેમને જ ટાર્ગેટ કરીશું. આ યુદ્ધ એક અપરાધ છે, અને તેની સજા ખામનેઈને મળશે.

ખામેનેઈ ભૂર્ગભમાં ઉતર્યા : ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર, ઈઝરાયલના હુમલાને ધ્યાનમાં લેતાં અલી ખામેનેઈ આખા પરિવાર સાથે તહેરાનના લાવિજાન બંકરમાં છુપાયા હોવાના અહેવાલ છે. આ બંકર ન્યૂક્લિયર સાઈટની નજીક છે. બંકરની પાસે ઈરાન આર્મીનું મથક પણ છે. ખામેનેઈ ઈરાનના સુપ્રીમ લીડર છે. સેનાની કમાન તેમની પાસે છે. ઈઝરાયલના હુમલાના વિરોધમાં ખામેનેઈએ ખુલ્લેઆમ ઈઝરાયલ અને અમેરિકાને ચેતવણી આપી હતી કે, અમે આત્મસમર્પણ નહીં કરીએ.

આ પણ વાંચો : ખતરનાક પરિણામ ભોગવવા પડશે: ઈરાન યુદ્ધ મામલે રશિયાની અમેરિકાને ધમકી

મધ્ય-પૂર્વમાં કાર્યવાહી કરવાની તૈયારીમાં અમેરિકા : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ લીડર અલી ખામેનેઈને સરેન્ડર કરવાની ધમકી આપ્યા બાદ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાએ ફાઈટર જેટ અને યુદ્ધ જહાજો મધ્ય-પૂર્વમાં ખસેડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના કારણે હવે ત્યાં વધુ વિકટ સ્થિતિ ઉભી થવાની સંભાવનાઓ વધી ગઈ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, અમે હમણાં તેમના પર હુમલો કરીશું નહીં, પરંતુ અમારી ધીરજ ધીમે ધીમે ખૂટી રહી છે.