- ઈરાનનાં સરકારી ટેલિવિઝને મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકાના સંભવિત ભૂમિદળ હુમલા સામે 1.4 કરોડ લોકોને તૈયાર કરાયા છે
નવીદિલ્હી : ઈરાન માટે આજનો દિવસ (મંગળવાર) નિર્ણાયક બની રહ્યો છે. એક તરફ ટ્રમ્પે આપેલી સમજૂતી માટેની ડેડ લાઈન ખતમ થઈ રહી છે, તો બીજી તરફ ઇઝરાયેલ ઈરાનના નાગરિકોને આગામી ૧૨ કલાક સુધી ટ્રેનમાં મુસાફરી નહીં કરવા જણાવી દીધું છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ ઉપર ઇઝરાયલી સેનાએ પર્શિયન ભાષાની ચેનલ ઉપર ''ઈરાન દેશમાં યૂઝર્સ અને ટ્રેન યાત્રિકો માટે તત્કાળ ચેતવણી તે નામે એક પોસ્ટ મુક્યો છે. તેમાં લખ્યું છે પ્રિય નાગરિકો આપની સલામતી ખાતર અમે આપને અનુરોધ કરીએ છીએ કે આજે રાત્રિના ૯ વાગ્યા સુધી તમો સમગ્ર ઈરાનમાં ટ્રેનનો ઉપયોગ કરવાનું અને તેમાં યાત્રા કરવાનું નિવારજો. ટ્રેનો અને રેલવે લાઈનો પાસે ઊભા રહેશો તો આપનું જીવન જોખમમાં નાખશો.
બીજી તરફ ઈરાને અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા કરાનારાં સંભવિત ભૂમિદળ આક્રમણ સામે ૧.૪ કરોડ લોકોને દેશ માટે સ્વયં-સેવકો તરીકે તૈયાર કર્યા છે.
આ પૂર્વે ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બઘેર કાલીફાકે દાવો કર્યો છે કે આ યુદ્ધમાં સામેલ થવા ૭૦ લાખ લોકોએ આ પૂર્વે જ સ્વેચ્છાએ પોતાનાં નામ નોંધાવ્યાં છે.


