'વેસ્ટ-બેન્ક'માં ઈઝરાયલે મર્યાદિત 'કાઉન્ટર-ટેરરિઝમ' હાથ ધર્યું : આ તણખા ઉડવા પાછળ તેનો ગહન હેતુ છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પોતાના બે સૈનિકોની હત્યા તે તો ઈઝરાયેલનું બહાનું છે
- 'વેસ્ટ-બેન્ક'ના હેબ્રોનમાં બે ઈઝરાયેલી સૈનિકોની હમાસના મનાતા વિપ્લવીઓએ હત્યા કરતાં નેતન્યાહૂ ધૂંધવાયા, આક્રમણનો હુકમ આપ્યો
નવી દિલ્હી : જોર્ડન નદીના પશ્ચિમ તટ વેસ્ટ બેન્ક ઉપર પરિસ્થિતિ ફરી એક વખત તંગદિલી ભરી બની રહી છે. ઈઝરાયલી દળોએ 'લિમિટેડ-કાઉન્ટર-ટેરરિઝમ' કાર્યવાહી હાથ ધરી છે, વીણી-વીણીને ત્યાં રહેલા આરબ અગ્રણીઓને ઠાર મારવામાં આવે છે. કારણ તે છે કે હેબ્રોન વિસ્તારમાં બે ઈઝરાયલી સૈનિકોની થયેલી હત્યાથી ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ ખરેખરા ધૂંધવાયા છે, તેઓએ મર્યાદિત કાઉન્ટર ટેરરિઝમ કાર્યવાહી શરૂ કરી દેવા સેનાને આદેશ આપી દીધો છે. ઈઝરાયલી સૈનિકો આ સમગ્ર વિસ્તારમાં રહેલું ટેરરિસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર તોડી-ફોડી નાખી તેને ખતમ કરવાનો આદેશ આપી દીધો છે. તે ત્રાસવાદીઓનાં શસ્ત્રો જપ્ત કરવા પણ જણાવી દીધું છે. સાથે ઈઝરાયલી સૈનિકો શંકાસ્પદોની પૂછપરછ કરી રહ્યાં છે.
તે સર્વવિદિત છે કે શુક્રવારે સવારે ઈઝરાયલી સેનાના સ્ટાફ સાર્જન્ટ રોન યોનાતન રોયટમાન અને સાર્જન્ટ યુવલ શાઈ સ્વિલેમની પેલેસ્ટાઇની બંદૂકધારીએ હત્યા કરી હતી તે અંગે એસોસિયેટેડ પ્રેસે જણાવ્યું હતું કે હેબ્રોનની બહાર આવેલાં યેહૂદા જંકશન પાસે આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો પાસે એમ-૧૬ રાયફલ તથા એક હેન્ડગન હતાં. તેઓ ઈઝરાયલી નાગરિકોને નિશાન બનાવવા માગતા હતા. બંને વચ્ચે (ઈઝરાયલી સેના અને ત્રાસવાદીઓ વચ્ચે) ૨૦ મિનિટ સામ-સામા ગોળીબારો થયા.
આ પછી ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ તત્કાળ આપત્તિકાલીન કેબિનેટ મીટીંગ બોલાવી હતી અને જણાવ્યું હતું કે તે હુમલાખોરો હમાસના આતંકીઓ હોવાની સબળ શંકા છે. સાથે તેમણે સેનાની કાર્યવાહી હાથ ધરવા આદેશ આપી દીધો હતો.
ઈઝરાયલી સેનાના વડા ઈયાલ ઝમીરે કહ્યું હતું કે તે શસ્ત્ર-સરંજામ બહુ મોટાપાયે હુમલો કરવાના હેતુથી તે આતંકીઓએ એકઠો કર્યો હતો.
ઈઝરાયલે તે પછી વેસ્ટ બેન્ક ઉપર કરેલા જબરજસ્ત હુમલા અંગે નિરીક્ષકો કહે છે કે આ બહાના નીચે ઈઝરાયલે ત્યાં વસતા પેલેસ્ટાઇનીઓ (આરબો)ને તગેડી મુકવા નિશ્ચય કર્યો છે. એવું લાગે છે કે ગાઝાપટ્ટી તેમજ વેસ્ટ બેન્ક બંનેમાંથી ઈઝરાયલ પેલેસ્ટાઇનીઓને તગેડી મુકવા માંગે છે તેવામાં બે ઈઝરાયલી સાર્જન્ટસની હત્યાનું તેને બહાનું મળી ગયું છે. તેણે વેસ્ટ બેન્કમાં લોક-ડાઉન જાહેર કરી દીધો છે.




