World

VIDEO : ઈઝરાયલનો યમન પર વિનાશક હુમલો, અનેકના મોત, 170થી વધુને ઈજા, હુથી બળવાખોરોમાં હડકંપ

By GS TEAM
26 Sep 20252 mins read
TukuTouch Logo
છેલ્લા ગણા સમયથી હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલે હવે યમન પર ભયાનક હુમલો કર્યો છે. હૂથી બળવાખોરોએ દાવો કર્યો છે કે, ઈઝરાયેલે રાજધાની સાનામાં હુમલો કરતા નવ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ઈઝરાયલનો યમન પર વિનાશક હુમલો, અનેકના મોત, 170થી વધુને ઈજા, હુથી બળવાખોરોમાં હડકંપ

Israeli Airstrike in Yemen : છેલ્લા ગણા સમયથી હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલે હવે યમન પર ભયાનક હુમલો કર્યો છે. હૂથી બળવાખોરોએ દાવો કર્યો છે કે, ઈઝરાયેલે રાજધાની સાનામાં હુમલો કરતા નવ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈઝરાયલે હૂથી હુમલાનો વળતો જવાબ આપ્યો

વાસ્તવમાં ઈઝરાયલ ઘણા સમયથી ગાઝામાં યુદ્ધ ચલાવી રહ્યું છે, જેના કારણે હૂથી બળવાખોરો નારાજ થયેલા છે. હૂથીઓએ 25 સપ્ટેમ્બરે દક્ષિણ ઈઝરાયલના ઈલાત શહેરમાં ડ્રોનથી હુમલો કર્યો હતો, જેમાં 22 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે હેવ ઈઝરાયલે હૂથી હુમલાનો વળતો જવાબ આપ્યો છે.

170થી વધુ લોકોને ઈજા

હૂથી નિયંત્રિત ક્ષેત્રના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ઈઝરાયલના હુમલામાં ચાર બાળકો, બે મહિલાઓ અને ત્રણ વૃદ્ધોના મોત થયા છે. આ ઉપરાંત 59 બાળકો, 35 મહિલાઓ અને 80 વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. રાહતકર્મીઓ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

હૂથી કેન્દ્રો પર હુમલો કર્યો હોવાનો ઈઝરાયલનો દાવો

ઈઝરાયલી સેનાએ દાવો કર્યો કે, તેમણે સનામાં હૂથી સૈન્ય કમાન્ડ સેન્ટર, કેમ્પ અને સુરક્ષા કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા. બીજીતરફ હૂથીએ આક્ષેપ કર્યો કે, ઈઝરાયલી હુમલાથી રહેણાંક વિસ્તારો અને વીજળી સુવિધાઓને નુકસાન થયું છે.