શી જિનપિંગની તંદુરસ્તી ખરાબ છે ? : ડોનાલ્ડ ડ્રમ્પ સાથેની મંત્રણા દરમિયાન જ તેમણે ઘણા રેસ્ટ-બ્રેક લીધા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આશંકા તે છે કે ચીનમાં ગાદીવારસનું ગૃહ યુદ્ધ જામે
- વિમાનમાં ચઢતાં, ઉતરતાં પત્ની પેન્ગ લી યુઆનનો હાથ પકડી રાખતા હતા, દિલ્હીમાં બ્રિક્સ શિખર પરિષદ સમયે યોજાયેલા ડીનરમાં હાજર રહ્યા ન હતા
નવી દિલ્હી : ચીનના માંધાતા શી-જીનપિંગની તંદુરસ્તી અંગે ફરી વિવાદ શરૂ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મંત્રણા દરમિયાન તેઓએ વારંવાર રેસ્ટ બ્રેક લીધો હતો. વોલ-સ્ટ્રીટ જર્નલ જણાવે છે કે ચાયનીઝ અધિકારીઓએ અમેરિકાના અધિકારીઓને શી-જિનપીંગ માટે, વ્હાઇટ હાઉસની વેસ્ટ વિંગમાં અલાયદો રૂમ ફાળવવા જણાવ્યું હતું. જેથી એ ૭૩ વર્ષના ચીની નેતા મંત્રણા દરમિયાન આરામ લઇ શકે. માત્ર તેઓનાં પત્ની પેંગ લીયુયાન જ તે રૂમમાં તેઓની સાથે રહ્યાં હતાં.
આ ઉપરાંત શી જિનપિંગના શેડયુલ્સમાં પણ અનેકવિધ ફેરફારો કરવામાં આવ્યા હતા. તેથી તેઓની તંદુરસ્તી અંગે બહુવિદ પ્રશ્નો ઉભા થતા જાય છે. જો કે ચીનના અધિકારીઓ દ્વારા તેઓની તંદુરસ્તી કે વિશેષ મેડીકલ પ્રોબ્લેમ વિષે કશું કહેવામાં આવ્યું નથી.
આમ છતાં વોલ સ્ટ્રીટ જર્નલ પરિસ્થિતિથી જ્ઞાાત તેવા અધિકારીઓને ટાંકતાં જણાવે છે કે ચાયનીઝ અધિકારીઓએ તેમના શેડયુલમાં વધુ રેસ્ટ ટાઇમ રાખવા જણાવ્યું હતું. તેમજ ટ્રમ્પ સાથેનો તા. ૨૪મીનો ભોજનસમારંભ પણ રદ કરાયો હતો. વાસ્તવમાં તા. ૨૪મીએ તો વોશિંગ્ટનમાં આખો દિવસ મંત્રણાઓ ચાલવાની હતી.
બીજા દિવસે તેઓ અમેરિકાના નેશનલ આર્કાઇવ્ઝની મુલાકાત લેવાના હતા. પરંતુ તે આર્કાઇવ્ઝ માત્ર થોડાં જ જોઈ ૧૦ મિનિટમાં તો તે વિઝિટ પૂરી કરી નાખી.
અહેવાલો જણાવે છે કે શી નો સમગ્ર શેડયુલ (સમય-સારથી) પહેલેથી જ એવી રીતે ગોઠવવામાં આવ્યો હતો કે તેઓને વચમાં વચમાં જરૂરી બ્રેક (આરામ) મળી શકે. તેઓની બૈજિંગથી વોશિંગ્ટન સુધીની ૧૪ કલાકની વિમાન મુસાફરી દરમિયાન પણ તેઓ માટે વિશિષ્ટ તબીબી સેવા તૈનાત રખાઇ હતી. શ્રેષ્ઠ તબીબો સાથે રખાયા હતા.
વોલ સ્ટ્રીટ જર્નલ વધુમાં જણાવે છે કે જોઇન્ટ બેઝ એન્ડ્રૂઝમાં વિમાનમાંથી ઉતરતા શી તેઓના પત્ની પેન્ગ લીયુઆનનો હાથ પકડી, બીજા હાથે રેલીંગ પકડી પગથિયા ઉતરી શકતા જોવા મળતા હતા. બે દિવસ પછી નેશનલ આર્કાઇવ્ઝનાં પગથિયાં ચઢતી વખતે પણ શી જિનપિંગ તેઓનાં પત્નીનો હાથ પકડી પગથિયાં ચઢી શક્યા હતા. તે સમયે ડોનાલ્ડ ડ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ ત્યાં હાજર હતાં.
આ પૂર્વે દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટ સમયે યોજાયેલા ભવ્ય ભોજન સમારંભમાં તેઓ હાજર રહ્યા ન હતા. કારણ કે તેમને અસુખ લાગતું હતું. તેઓને બદલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી. ભોજન સમારંભમાં હાજર રહ્યા.
નિરીક્ષકો આશંકા સેવે છે કે સંભવ તે પણ છે કે શીની હયાતી દરમિયાન ગાદી વારસ અંગેનું ગૃહ-યુદ્ધ શરૂ થઇ શકે જે શીની વિદાય પછી તીવ્ર પણ બની રહે તે નકારી શકાય તેમ નથી.




