- વાસ્તવમાં હેલ-હૉલ તો તે દેશ છે કે જ્યાં પ્રમુખ પદે એક ઓર-ક્રિમીનલ છે, ભારત-ચીન સંસ્કૃતિઓ 4000 વર્ષ જૂની છે : તે દેશની સંસ્કૃતિ તો 250 વર્ષ જૂની છે
હૈદરાબાદ : ગુરૂવારે ઈરાને ભારત અને ચીનની સંસ્કૃતિઓનો જબરજસ્ત બચાવ કરતાં કહ્યું હતું કે, તે સંસ્કૃતિઓ તો વિશ્વ-સંસ્કૃતિઓનાં પારણા સમાન છે. પ્રમુખ ટ્રમ્પે એક પત્રમાં ભારત અને ચીનને નર્કના દ્વાર કહ્યાં હતાં. તેના જવાબમાં હૈદરાબાદ સ્થિત ઈરાનના ઉપ-રાજદૂતે ભારત અને ચીન બંનેનો બચાવ કરતાં કહ્યું હતું કે, બંને સંસ્કૃતિઓ તો વિશ્વમાં સંસ્કૃતિઓનાં પારણા સમાન છે. વાસ્તવમાં તો હેલ-હોલ (નર્કની પ્રવેશદ્વાર) તો તે દેશ છે કે જ્યાં જ્યાં એક વોર-ક્રિમીનલ પ્રમુખ પદે છે અને ઈરાનની સંસ્કૃતિને ઉખેડી નાખવા માગે છે. તેમ ઈરાનના અહીં રહેલા ઉપ-દૂતાવાસે એક્સ ઉપર લખ્યું હતું.
તેમાં વધુમાં લખવામાં આવ્યું કે, વિશ્વની આ બંને જીવંત સંસ્કૃતિઓ, સૌથી પ્રાચીન અને જીવંત સંસ્કૃતિઓ છે. તેથી તદ્દન વિરૂધ્ધ અમેરિકા તો ૧૭૭૬માં સ્થપાયું અને આ વર્ષે જુલાઇની ૪થી તારીખ તે હજી ૨૫૦મા વર્ષમાં પ્રવેશ કરશે.
આ રીતે વિશ્વની એક પ્રાચીન સંસ્કૃતિના વારસદારે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓનો સખ્ત બચાવ કર્યો છે.


