Israel-Iran War Update : અમેરિકા, ઈઝરાયલ, ઈરાનનું યુદ્ધ ભયાનક તબક્કામાં પહોંચી ગયું છે. યુદ્ધના કારણે મધ્ય-પૂર્વના દેશો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ ઈઝરાયલને અનોખી રીતે મેસેજ મોકલ્યો છે. ઈરાનની ગાદી સંભાળતાના થોડા જ કલાકોમાં મોજતબાએ ઈઝરાયલ પર ઝિંકાનારી મિસાઈલ પર હસ્તાક્ષર કર્યા છે અને તેના પર લખ્યું છે કે, ‘તમારી સેવામાં મોજતબા...’ ધ ઈન્ડિપેન્ડન્ટ કા રિપોર્ટ મુજબ ઈરાને સરકારી ટેલીગ્રામ ચેનલ પર એક તસવીર જાહેર કરી છે, જેમાં ઈઝરાયલ પર ઝિંકાનારી મિસાઈલ પર ફારસી ભાષામાં લખ્યું છે કે, ‘At your service, Sayyid Mojtaba’ એટકે ‘તમારી સેવામાં સૈય્યદ મોજતબા’...
ઈરાનના નવા સુપ્રીમ લીડરના મિસાઈલ પર હસ્તાક્ષર, તસવીર વાયરલ
મિસાઈલ પર મોજતબાના હસ્તાક્ષરવાળી તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. નવા સુપ્રીમ લીડર (Iran's new Supreme Leader Mojtaba Khamenei)ની આ રણનીતિ આક્રમક સૈન્ય નીતિના સંકેત માનવામાં આવી રહ્યા છે. રવિવારે મોજતબાને ઈરાનના નવા સુપ્રીમ લીડર બનાવાયા છે. યુદ્ધના આજે 11મો દિવસ છે. અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ અને 40 ટોચના કમાન્ડરોના મોત થયા છે. ત્યારબાદ ઈરાન વધુ આક્રમક બનીને અમેરિકા-ઈઝરાયલ સહિત પડોશી દેશો પણ હુમલા કરી રહ્યું છે.
અમેરિકા ઈરાન પર ભીષણ હુમલો કરવાની તૈયારીમાં
બીજીતરફ અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલા વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા આજે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો ભીષણ હુમલો કરશે. આ ઉપરાંત ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ધમકી આપી છે કે, ‘અમે તેઓના હાડકાં તોડી રહ્યા છે.’ નેતન્યાહૂએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમનો ઉદ્દેશ્ય ઈરાનની સરકારને સત્તા પરથી હટાવવાનો છે, જેથી ઈરાની લોકોને દમનમાંથી આઝાદી મળી શકે. પેન્ટાગોનમાં પત્રકારો સાથે વાત કરતા હેગસેથે કહ્યું કે, ‘આજે ઈરાન પર જોરદાર હુમલા થશે. ઈરાને છેલ્લા 24 કલાકમાં જેટલી મિસાઈલો ઝિંકી છે, તે યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીની સૌથી ઓછી છે.’ અમેરિકન સેનાના જનરલ ડૈન કેને કહ્યું કે, ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને આજે 11મો દિવસ થઈ ગયો છે.
ઈરાનના પડોશી દેશોમાં તણાવ વધ્યો
યુદ્ધ બાદ ઈરાનના પડોશી દેશામાં પણ તણાવ વધી ગયો છે. કતરના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ઈરાન તરફથી આવતી એક મિસાઈલ તોડી પડાઈ છે. કતરે ઈરાનના હુમલાથી બચવા માટે નાગરિકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પણ કહ્યું કે, તેણે ઈરાનના હુમલાને અટકાવવા માટે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ સક્રિય કરી દીધી છે.


