Get The App

અમેરિકાએ અમારા ડ્રોનની નકલ કરી સાઉદી, ઓમાન અને અન્ય અરબ દેશો પર હુમલા કર્યા, તપાસ કરાવી લો : IRGCનો દાવો

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાએ અમારા ડ્રોનની નકલ કરી સાઉદી, ઓમાન અને અન્ય અરબ દેશો પર હુમલા કર્યા, તપાસ કરાવી લો : IRGCનો દાવો 1 - image

Image PRESS TV


Iran vs Israel-USA War Updates  | ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ 15મા દિવસમાં પ્રવેશી ગયું છે ત્યારે ઈઝરાયલ અને અમેરિકાએ હજુ પણ ઈરાનમાં તબાહી મચાવવાનું ચાલુ રાખ્યું છે ત્યારે ઇરાન પણ તેની મિસાઈલ અને ડ્રોન સિસ્ટમથી વળતો પ્રહાર કરી રહ્યું છે. ઈઝરાયલમાં ઈરાને મચાવેલી તબાહીના દૃશ્યો પણ હવે સામે આવવા લાગ્યા છે. 

Iran vs Israel-USA War LIVE Updates

અમેરિકાએ અમારા ડ્રોનની નકલ કરી સાઉદી પર હુમલા કર્યા, તપાસ કરાવી લો : IRGCનો દાવો 

ઈરાન-ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધ વચ્ચે IRGC તરફથી એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. IRGC એ કહ્યું છે કે સાઉદી અરબે ડ્રોન હુમલાઓની તપાસ કરાવવી જોઈએ કે જેથી કરીને સૌની સામે સત્ય આવી જાય. અમેરિકા અમારા ડ્રોન સાહેદ-136ની નકલ કરી રહ્યો છે અને એવા જ ડ્રોન તૈયાર કરીને સાઉદી અરબ, ઓમાન અને અન્ય અરબ દેશો પર હુમલા કરી રહ્યું છે. 

ઝેલેન્સ્કી કરી રહ્યા છે ઈરાનના ડ્રોનને તોડી પાડવામાં મદદ 

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ રવિવારે જણાવ્યું હતું કે, મિડલ ઈસ્ટના દેશોને ઈરાની ડ્રોન હુમલાઓ સામે રક્ષણ મેળવવામાં મદદ કરવાના બદલામાં યુક્રેન નાણાકીય સહાય અને ટેકનોલોજી ઈચ્છે છે. યુક્રેને આ વિસ્તારના ચાર દેશોમાં પોતાના નિષ્ણાતોની ટીમો પહેલેથી જ મોકલી દીધી છે, જેમાં દરેક ટીમમાં ડઝન જેટલા સભ્યો સામેલ છે. આ નિષ્ણાતો ઈરાની ડ્રોનને તોડી પાડવા અને ડ્રોન સંરક્ષણ પ્રણાલી (Drone Defences) કેવી રીતે કાર્યરત કરવી જોઈએ તે અંગે પરામર્શ અને પ્રદર્શન દ્વારા મદદ કરી રહ્યા છે.

ઈરાકમાં અમેરિકાના વિક્ટોરિયા બેઝ પર ડ્રોન હુમલાનો વીડિયો 


યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાએ અનેક ફ્લાઈટો રદ કરી 

મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવ અને એરસ્પેસ પર લાગેલા પ્રતિબંધોને કારણે, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 15 માર્ચ 2026ના રોજ દુબઈ અને અબુ ધાબીની મોટાભાગની ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. યુએઈ એરપોર્ટ ઓથોરિટીના નિર્દેશો બાદ લેવાયેલા આ નિર્ણય મુજબ, અબુ ધાબીની તમામ પાંચેય ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે દુબઈની છમાંથી પાંચ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે અને માત્ર દિલ્હી-દુબઈની એક જ રિટર્ન ફ્લાઈટ કાર્યરત રહેશે. શારજાહ અને રાસ અલ ખૈમાહની ફ્લાઈટ્સ પણ સ્લોટની ઉપલબ્ધતા પર નિર્ભર હોવાથી, એરલાઇન્સે મુસાફરોને એરપોર્ટ પર નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ તપાસી લેવાની કડક સલાહ આપી છે.


જોર્ડન, યુએઈ, ઇરાક, કુવૈત અને બહેરીનમાં ઈરાનના પ્રચંડ હુમલા શરૂ 

અમેરિકાના બેઝને નિશાન બનાવતા ઈરાને ફરી એકવાર મિસાઈલ અને ડ્રોન વડે મિડલ ઈસ્ટના વિવિધ દેશોમાં હુમલાઓ કરવાનું ચાલુ કરી દીધું છે. યુએઈએ કહ્યું કે અમારે ત્યાં મિસાઈલ અને ડ્રોન હુમલાના ખતરાને જોતા સાયરન વાગી રહ્યા છે અને ઈન્ટરસેપ્શન પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બહેરીનમાં પણ લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા કહી દેવાયું છે. ત્યાં પણ મિસાઈલ અને ડ્રોન વડે હુમલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઇરાક અને કુવૈતમાં અમેરિકાના સૈન્ય બેઝને નિશાન બનાવીને ઈરાને હુમલા શરૂ કર્યાનો દાવો કર્યો છે. જ્યારે ઈઝરાયલના તેલ અવીવમાં પણ ભારે મિસાઈલ મારો કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. ઈરાકના બગદાદમાં તો અમેરિકાની એમ્બેસીને નિશાન બનાવીને એટેક કરવામાં આવ્યો હતો જેમાં અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ થયાનો દાવો કરાયો છે. બીજી બાજુ જોર્ડનમાં પણ હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર નેતન્યાહુના મૃત્યુ થયાની અફવા

સોશિયલ મીડિયા સાઈટ પર હાલમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના મૃત્યુ થયાની અફવા ઉડી રહી છે. ઈરાન દ્વારા બેલેસ્ટિક મિસાઈલ હુમલામાં તેમનું નિધન થયાની અફવાઓ ફેલાવાઈ રહી છે. જોકે છેલ્લા પાંચ દિવસથી નેતન્યાહુનો દીકરો યેર નેતન્યાહુ પણ એક્સ પર એક્ટિવ ન દેખાતા કે ન તો ઈઝરાયલી પીએમ નેતન્યાહુ પણ ઘણા સમયથી ન દેખાતા આ અફવાઓએ જોર પકડ્યું છે. જોકે નેતન્યાહુનો એક વીડિયો તાજેતરમાં વાઈરલ થયો હતો તે પણ એઆઈ આધારિત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. 

ઈરાનના મુખ્ય સ્પેસ રિસર્ચ સેન્ટર અને ડિફેન્સ ફેક્ટરી નષ્ટ કર્યાનો ઈઝરાયલનો દાવો

ઈઝરાયલે પણ ઈરાન પર ભીષણ હવાઈ હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. તહેરાનમાં એક સ્પેસ રિસર્ચ સેન્ટર અને ડિફેન્સ ફેક્ટરીને ટારગેટ કરીને નષ્ટ કરી દેવાયાનો દાવો પણ ઈઝરાયલની સેના આઈડીએફ દ્વારા કરવામાં આવી રહ્યો છે. 

તેલ અવીવમાં તબાહીના દૃશ્યો સામે આવ્યા 



ઈઝરાયલમાં ઈરાનના મિસાઈલ હુમલા યથાવત્ 


લેબેનોન તરફથી ઈઝરાયલ પર રોકેટનો મારો 


અમેરિકાએ ઈરાનની મિસાઈલ ક્ષમતા નષ્ટ કર્યાનો દાવો