સોમાલી ચાંચીયાઓએ 'હી-જેક' કરેલા શિપના ક્રૂને બચાવી લેવા માટે ઇરાને ભારતનો આભાર માન્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મુંબઈથી ૩૦૦૦ કિ.મી. દૂર અરબી સમુદ્રમાં ઇરાની ફી-શીપીંગ બોટના કેપ્ટન, વાઇસ કેપ્ટન સહિત ૨૦ને ઇંડીયન નેવીના જહાજે બચાવી લીધા
નવી દિલ્હી : આજે મંગળવારે ઇરાનની એક ફીશીંગ બોટ આઝિનીને સોમાલી પાયરેટ્સે (ચાંચીયાઓએ) અપહરણ કર્યું હતું. તે પૂર્વે તે શિપ ઉપરથી એસ.ઓ.એસ. (સેવ-અવર-સોલ્સ)નો સંદેશો મળતાં અરબી સમુદ્રમાં નિયમાનુસાર ચકરાવા લઈ રહેલા ઇંડીયન નેવીનાં શિપને તે સંદેશો મળતાં મુંબઈથી ૩૦૦૦ કિ.મી. દૂર તે બંને શિપને આંતર્યા હતાં અને ઇરાની જહાજ પર કબજો જમાવી બેઠેલા તે તમામ ચાંચીયાઓને પરાસ્ત કરી, ઇરાની જહાજના કેપ્ટન, વાઈસ કેપ્ટન સહિત વીશે વીશ ક્રૂ મેમ્બર્સને પણ મુક્ત કર્યા હતા. ઓકટોબર ૨૯ના દિને બનેલી આ ઘટનામાં ભારતીય વાયુદળનાં હેલિકોપ્ટરે પણ ભાગ લીધો હતો.
આ તમામ ક્રુ મુક્ત થયાનો સંદેશો મળતાં ઇરાનના દૂતાવાસે તેનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આ માનવીય કાર્યવાહી ભારત અને ઇરાન વચ્ચેની મિત્રતા, મજબૂતી અને સહકારનું પ્રતિબિંબ પાડે છે. ઇરાન તે માટે ભારતનું આભારી છે.
જ્યારે સંરક્ષણ મંત્રી, રાજનાથ સિંહે, ભારતીય નૌ-સૈનિકોની બહાદૂરીને બિરદાવતાં કહ્યું હતું કે, 'આ બચાવ કામગીરીમાં બહાદૂરી સાથે તેમજ પૂરેપૂરી અને ચોક્કસ ગણતરીપૂર્વક કરાયેલી પૂર્ણત: સંકલિત કાર્યવાહી માટે તમામ નૌ-સૈનિકો ધન્યવાદને પાત્ર છે.
ઉલ્લેખનીય છે કે ભારતે આવા ઘણા મિશન પાર પાડી સોમાલી ચાંચીયાઓના પંજામાંથી ઘણા જહાજો અને ક્રૂ મેમ્બર્સને બચાવ્યા છે.




