Get The App

ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેઈના પુત્ર-વહુ અને પુત્રીના મોત, સંરક્ષણ મંત્રી સહિત ટોચના નેતાઓએ જીવ ગુમાવ્યો

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેઈના પુત્ર-વહુ અને પુત્રીના મોત, સંરક્ષણ મંત્રી સહિત ટોચના નેતાઓએ જીવ ગુમાવ્યો 1 - image
Image Source: IANS

Israel Iran War : ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા છે. આ ઘટના બાદ ઈરાનમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ખામેનેઈના મૃત્યુથી મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર અને તણાવપૂર્ણ બની ગઈ છે, અને ઈરાન દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવી રહ્યો છે.

ઈરાનનો દાવો: 14 અમેરિકી સૈન્ય મથકો પર હુમલો

ઈરાનનો દાવો છે કે, તેમણે 14 અમેરિકન સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવ્યા છે, જેમાં સેંકડો અમેરિકન સૈનિકો માર્યા ગયા હોવાની આશંકા છે. ઈરાની સ્ટેટ મીડિયાના જણાવ્યા અનુસાર, દુબઈમાં આવેલી એક CIA ફેસિલિટીને મિસાઈલ સ્ટ્રાઈકમાં ઉડાવી દેવામાં આવી છે. બીજી તરફ, ઈઝરાયલ દ્વારા પણ ઈરાન પર સતત બોમ્બમારો ચાલુ છે.

પરિવાર અને વરિષ્ઠ અધિકારીઓનો સફાયો

આંતરરાષ્ટ્રીય મીડિયા અનુસાર, આ સંયુક્ત હુમલામાં ઈરાનના 40 થી વધુ વરિષ્ઠ અધિકારીઓના મોત થયા છે. આ ઉપરાંત, ખામેનેઈના પરિવારમાંથી તેમની પુત્રી, પૌત્રી, જમાઈ મોહતબા ખામેનેઈ અને પુત્રવધૂ ઝહરા હદાદ અદેલનું પણ મોત થયું છે. આ હુમલાથી ઈરાનની સૈન્ય અને વહીવટી કમાનને મોટો ફટકો પડ્યો છે.આ ઉપરાંત ઇરાનના ડિફેન્સ મિનિસ્ટર અને ચીફ ઓફ આર્મ્ડ ફોર્સનું પણ મોત નિપજ્યું છે. 

LIVE : અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ખામેનેઈના મૃત્યુ બાદ આક્રોશ, પાકિસ્તાનમાં અમેરિકન એમ્બેસી પર ટોળાનો હુમલો

ઠાર મરાયેલા મુખ્ય સૈન્ય અને સુરક્ષા અધિકારીઓ

મોહમ્મદ પકપૂર: IRGC ના ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર, જેમને 2025 માં ખામેનેઈએ પ્રમોટ કર્યા હતા. તેહરાન પાસે થયેલી સ્ટ્રાઈકમાં તેમના નિધનથી ઈરાની સૈન્યમાં નેતૃત્વનું સંકટ ઊભું થયું છે.

અમીર નાસિરઝાદેહ: ઈરાનના સંરક્ષણ મંત્રી અને મિસાઈલ પ્રોગ્રામના માસ્ટરમાઈન્ડ. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ તેમના મુખ્યાલયને નિશાન બનાવતા તેમનું મોત થયું છે.

અલી શમખાની: ખામેનેઈના સૌથી ટોચના સલાહકાર અને સુરક્ષા પરિષદના વડા. તેઓ પરમાણુ વાટાઘાટોમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. તેઓ પણ તેહરાન પાસેના હુમલામાં પરિવાર સાથે શહીદ થયા છે.

ઈસ્માઈલ કાની: કુદ્સ ફોર્સના ચીફ અને પ્રોક્સી વોરના મુખ્ય આર્કિટેક્ટ. હિઝબુલ્લાહ અને હૂતી જેવા જૂથો સાથેના તેમના સંબંધો જાણીતા હતા. કાની પણ ડ્રોન સ્ટ્રાઈકનો શિકાર બન્યા છે.

મોહમ્મદ બઘેરી: સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ અને સ્ટ્રેટેજિક પ્લાનિંગના વડા પણ આ હુમલામાં માર્યા ગયા હોવાનું જણાવાયું છે.