અમેરિકા-ઈઝરાયલના એક પછી એક જેટ-ડ્રોનને ધ્વસ્ત કરી રહ્યો છે ઈરાનનું આ અચૂક હથિયાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| image credit Egypt's Intel Observer X |
US Jets Destroyed: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. ઇરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઇરાને શુક્રવારે અમેરિકાના બે શક્તિશાળી ફાઈટર જેટ F-15E સ્ટ્રાઈક ઈગલ અને A-10 વોર્થોગને તોડી પાડીને વોશિંગ્ટનને મોટો આંચકો આપ્યો છે. આ ઘટનાએ અમેરિકાના એ દાવા પર સવાલો ઉભા કર્યા છે કે, તેનું વાયુસેના ઇરાની આકાશ પર સંપૂર્ણ કબજો ધરાવે છે.
સર્ચ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટરો પર પણ હુમલો
F-15E વિમાનમાં બે ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી એક પાયલોટ બચી ગયો છે. જ્યારે બીજો હજુ પણ ગુમ છે. આ ગુમ પાયલોટને શોધવા માટે મોકલવામાં આવેલા બે HH-60W બ્લેક હોક હેલિકોપ્ટર પર પણ ઇરાને ગોળીબાર કર્યો હતો. જોકે, હેલિકોપ્ટરો નુકસાન પામ્યા હોવા છતાં સુરક્ષિત રીતે પરત ફરવામાં સફળ રહ્યા છે.
ઓપરેશન એપિક ફ્યુરી 2026 માં 18,500 કરોડનું નુકસાન
28 ફેબ્રુઆરીથી 3 એપ્રિલ 2026 સુધી ચાલેલા ઓપરેશન એપિક ફ્યુરીમાં અમેરિકાને અભૂતપૂર્વ આર્થિક અને સૈન્ય નુકસાન થયું છે. અત્યાર સુધીમાં અંદાજે 2 બિલિયન ડોલર (આશરે રૂ. 18,596 કરોડ) ના વિમાનો અને ડ્રોન નષ્ટ કે ક્ષતિગ્રસ્ત થયા છે.
MQ-9 રીપર ડ્રોન સૌથી વધુ 17 ડ્રોન ઇરાને તોડી પાડ્યા છે.
F-15E સ્ટ્રાઈક ઈગલ કુલ 4 વિમાન (3 કુવૈતમાં, 1 ઇરાનમાં).
F-35 લાઇટનિંગ II, 1 અત્યાધુનિક જેટ ઇરાની SAM દ્વારા ક્ષતિગ્રસ્ત.
અન્ય E-3 સેન્ટ્રી AWACS અને 2 KC-135 ટેન્કર સંપૂર્ણપણે તબાહ.
આ પણ વાંચો : અમદાવાદ: બોપલમાં પાર્કિંગના સામાન્ય વિવાદમાં ડિલિવરી બોય પર હુમલો, બે ભાઈઓ ઈજાગ્રસ્ત
મજીદ સિસ્ટમ ઇરાનનું ગુપ્ત હથિયાર
અમેરિકાના મોંઘા અને આધુનિક વિમાનોને તોડવા માટે ઇરાને તેની મજીદ ઇન્ફ્રારેડ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આ સિસ્ટમ રડાર સિગ્નલ છોડતી નથી, જેના કારણે અમેરિકન વિમાનોને ખબર પડતી નથી કે તેમના પર નિશાન સાધવામાં આવ્યું છે. તે 15 કિમી દૂરથી ટાર્ગેટ જોઈ શકે છે અને 8 કિમીની રેન્જમાં સચોટ હુમલો કરે છે. F-35 અને F-15E જેવા વિમાનો જ્યારે ઓછી ઊંચાઈ પર ઉડતા હોય ત્યારે તે સરળતાથી શિકાર બને છે.

ઇરાનની શૂટ એન્ડ સ્કૂટ રણનીતિ
ઇરાને હવે રશિયા પાસેથી મળેલી Verba MANPADS (ખંભેથી છોડી શકાય તેવી મિસાઈલ) અને ચાઈનીઝ HQ-9B સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાની રણનીતિ બદલી છે. હવે ઇરાન કોઈ નિશ્ચિત મથકથી નહીં, પરંતુ અંડરગ્રાઉન્ડ ટનલ અને પહાડોમાં છુપાયેલા મોબાઈલ લોન્ચર્સથી હુમલો કરે છે. મિસાઈલ છોડ્યા બાદ તેઓ તુરંત પોતાની જગ્યા બદલી નાખે છે, જેનાથી અમેરિકા અને ઇઝરાયલ માટે તેમને ટ્રેક કરવા મુશ્કેલ બન્યા છે.

ટ્રમ્પના દાવાને મોટો આંચકો
માત્ર એક સપ્તાહ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અમેરિકન વિમાનો તેહરાન પર મુક્તપણે ઉડી રહ્યા છે. પરંતુ આ તાજેતરની ઘટનાએ સાબિત કર્યું છે કે ઇરાની એર ડિફેન્સ હજુ પણ સક્રિય અને ઘાતક છે. વ્હાઇટ હાઉસે કન્ફર્મ કર્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ ગંભીર સ્થિતિ અંગે સંપૂર્ણ બ્રીફિંગ આપવામાં આવી છે. ઇરાની ટીવીએ હવે અમેરિકન પાયલોટોને પકડનાર માટે મોટા ઇનામની જાહેરાત પણ કરી છે, જે અમેરિકા માટે સૌથી ચિંતાજનક બાબત છે.









