World

મિડલ ઈસ્ટ શાંતિ વાર્તા થશે ફ્લોપ? ઈરાનના ખામેનેઈએ અમેરિકાની મુખ્ય શરત ફગાવી

By GS Team
21 May 20262 mins read
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ અને તણાવને ખતમ કરવા માટે ચાલી રહેલી વાતચીત વચ્ચે ગુરુવારે (21 મે) એક નવો વળાંક સામે આવ્યો છે. એક મુદ્દાના કારણે ફરી બંને દેશો વચ્ચે વાંધો ઉભો થયો છે, જેના કારણે ફરી યુદ્ધનું સંકટ વધી ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટ શાંતિ વાર્તા થશે ફ્લોપ? ઈરાનના ખામેનેઈએ અમેરિકાની મુખ્ય શરત ફગાવી

Iran-US Uranium Condition : મધ્ય-પૂર્વમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ અને તણાવને ખતમ કરવા માટે ચાલી રહેલી વાતચીત વચ્ચે ગુરુવારે (21 મે) એક નવો વળાંક સામે આવ્યો છે. એક મુદ્દાના કારણે ફરી બંને દેશો વચ્ચે વાંધો ઉભો થયો છે, જેના કારણે ફરી યુદ્ધનું સંકટ વધી ગયું છે.

યુરેનિયમનો ભંડાર દેશમાં જ રહેશે : મોજતબા ખામેનેઈનો આદેશ

વાસ્તવમાં, ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ (Iran Supreme Leader Mojtaba Khamenei)એ ઈરાના સમૃદ્ધ યુરેનિયમને લઈને આદેશ આપ્યો છે કે, દેશનો યુરેનિયમનો ભંડાર ઈરાનની અંદર જ રહેવો જોઈએ. રોઈટર્સે બે વરિષ્ઠ ઈરાની સ્ત્રોતોને ટાંકીને આ માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે આ પગલાથી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા અને શાંતિ ફરી સ્થાપવાના પ્રયાસો વધુ જટિલ બની શકે છે.

ટ્રમ્પ યુરેનિયમનો મામલો છોડવા તૈયાર નહીં

રિપોર્ટ મુજબ, ઈરાનના સુપ્રીમ લીડરે ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયલ યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશ્યથી ચાલી રહેલી શાંતિ વાટાઘાટો દરમિયાન વોશિંગ્ટનની મુખ્ય માંગણીઓ પૈકીની યુરેનિયમની માંગનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. બીજી તરફ, ઈઝરાયલના અધિકારીઓએ રોઈટર્સને જણાવ્યું હતું કે, ‘અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ઈઝરાયલને ખાતરી આપી હતી કે, કોઈપણ શાંતિ સમજૂતીમાં ઈરાનના મોટાભાગના એનરિચ્ડ યુરેનિયમના ભંડારને દેશની બહાર લઈ જવાનો સમાવેશ કરવામાં આવશે.’

આ પણ વાંચો : હજ યાત્રાના કારણે ટળ્યું મોટું વિશ્વયુદ્ધ! સાઉદી અને UAE એ ડોનાલ્ડ ટ્રમ્પને કેવી રીતે મનાવ્યા?

ઈઝરાયલના વડાપ્રધાનની શું માંગ છે?

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું કહેવું છે કે, જ્યાં સુધી ઈરાન પોતાનો યુરેનિયમનો ભંડાર હટાવશે નહીં, આતંકી સંગઠનોને સમર્થન આપવાનું બંધ નહીં કરે અને પોતાના બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને નાબૂદ નહીં કરે, ત્યાં સુધી આ યુદ્ધ પણ ખતમ થઈ શકે નહીં.

અમેરિકા-ઈઝરાયલ સહિત અનેક પશ્ચિમી દેશો ઈરાનના પરમાણુ કાર્યક્રમની વિરુદ્ધ

અમેરિકા, ઈઝરાયલ અને અન્ય કેટલાક પશ્ચિમી દેશોએ લાંબા સમયથી ઈરાન પર પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા વિકસાવવાનો આરોપ લગાવ્યો છે અને આ આરોપોમાં ત્યારે વધુ તેજી આવી જ્યારે ઈરાને યુરેનિયમને 60 ટકા સુધી એનરિચ્ડ કરી લીધું છે. વાસ્તવમાં 60 ટકા સુધી યુરેનિયમ સમૃદ્ધ કરવું એ નાગરિક જરૂરિયાતો કરતા ઘણું વધારે છે અને તેને પરમાણુ હથિયાર બનાવવાના સ્તરની ખૂબ નજીક માનવામાં આવે છે. જ્યારે બીજી તરફ ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરવાના આરોપોને વારંવાર નકારતું આવ્યું છે.

આ પણ વાંચો : ટ્રમ્પે કહ્યું ‘હું ઈઝરાયલનો વડાપ્રધાન બની જઈશ!’ જાણો શું ખરેખર આવું શક્ય છે કે નહીં