Get The App

હજ યાત્રાના કારણે ટળ્યું મોટું વિશ્વયુદ્ધ! સાઉદી અને UAE એ ડોનાલ્ડ ટ્રમ્પને કેવી રીતે મનાવ્યા?

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
હજ યાત્રાના કારણે ટળ્યું મોટું વિશ્વયુદ્ધ! સાઉદી અને UAE એ ડોનાલ્ડ ટ્રમ્પને કેવી રીતે મનાવ્યા? 1 - image
તસવીરમાં પ્રથમ (1) ડોનાલ્ડ ટ્રમ્પ, રાષ્ટ્રપ્રમુખ, અમેરિકા, (2) શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, રાષ્ટ્રપ્રમુખ, સંયુક્ત આરબ અમીરાત, (3) મોહમ્મદ બિન સલમાન, ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન, સાઉદી અરેબિયા (4) બેન્જામિન નેતન્યાહુ, વડાપ્રધાન, ઈઝરાયેલ (5) મોજતબા ખામેનેઈ, સર્વોચ્ચ નેતા, ઈરાન

US-Iran Conflict : સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે થનારું વિશ્વયુદ્ધ અટકી ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ભયાનક હુમલો કરવા માટે 19 મેએ નિર્ણય લેવાના હતા, જોકે સાઉદી અને યુએઈની એક વાત માની ટ્રમ્પે વાતચીતના રસ્તા પર આવી ગયા છે.

...તો અનેક દેશોના મુસ્લિમો સાઉદીમાં ફસાઈ જશે

મધ્ય-પૂર્વના મીડિયા રિપોર્ટ મુજબ, સાઉદી અને યુએઈએ અમેરિકાને કહ્યું છે કે, હાલ હજ યાત્રા ચાલી રહી છે, તેથી વિશ્વના અનેક દેશોના મુસ્લિમો સાઉદી આવશે. જો હાલ યુદ્ધની શરૂઆત થશે તો સ્થિતિ બગડી શકે છે. તેના કારણે લાખો લોકો સાઉદીમાં ફસાઈ જશે.

...તો અમેરિકાની છબી ખરડાશે

સાઉદી અરેબિયાએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખને કહ્યું કે, જો હજ યાત્રા સમયે યુદ્ધ કરવામાં આવશે તો અરબ દેશોના મુસ્લિમોમાં અમેરિકાની છબી ખરડાશે. રિપોર્ટ મુજબ 24 મેથી હજ યાત્રાની શરૂઆત થશે, જે છ દિવસ સુધી ચાલશે. હજ યાત્રામાં વિશ્વમાંથી લગભગ 10 લાખ મુસ્લિમો આવવાનો અંદાજ છે. તેણે એવું પણ કહ્યું છે કે, જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો ઈરાન વળતો જવાબ આપવા માટે રિયાદ અને અબૂધાબીમાં હુમલો કરી શકે છે.

આ પણ વાંચો : ટ્રમ્પે કહ્યું ‘હું ઈઝરાયલનો વડાપ્રધાન બની જઈશ!’ જાણો શું ખરેખર આવું શક્ય છે કે નહીં

હજ પહેલા પરમાણુ સમજૂતી કરાવવાનો પ્રયાસ

સાઉદી અરેબિયાની સમાચાર ચેનલ અલ અરબિયાના રિપોર્ટ મુજબ, હજ પહેલા પરમાણુ સમજૂતી કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કતારે અમેરિકાનો પ્રસ્તાવ ઈરાનને મોકલ્યો છે. તેમાં કામચલાઉ સમજૂતી કરાવવાનો ઉલ્લેખ કરાયો છે. જો આ સમજૂતી થઈ જશે તો પછી હજ બાદ વિગતવાર સમજૂતી માટે અમેરિકા-ઈરાન વચ્ચે બેઠક યોજવામાં આવશે.

અમેરિકાએ રમઝાનમાં ઈરાન પર હુમલો કર્યો હતો

અમેરિકા અને ઈઝરાયલે રમઝાન મહિનામાં 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈની હત્યા પણ રમઝાન મહિનામાં કરાઈ હતી. એટલું જ નહીં, બંને દેશોએ ઈદના દિવસે પણ ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા હતા. જોકે હવે ઈરાને મજબૂત લડત આપીને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે, ત્યારપછી અમેરિકાએ સમજૂતીને પહેલ કરી હતી.

આ પણ વાંચો : અમેરિકા ગમે તે ઘડીએ આ દેશ પર વેનેઝુએલા જેવો હુમલો કરશે, 5 સંકેતથી ટેન્શન વધ્યું