World

ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

By GS TEAM
6 Apr 20262 mins read
TukuTouch Logo
Iran Rejects Ceasefire : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર ભીષણ હુમલાની ધમકી આપી છે. એવામાં બીજી તરફ પાકિસ્તાન દ્વારા કરવામાં રહેલા મધ્યસ્થીના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા 15-મુદ્દાના શાંતિ પ્રસ્તાવને સત્તાવાર રીતે ઠુકરાવી દીધો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ દેશના દબાણ કે ધમકી હેઠળ આવીને ડીલ કરશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો

Iran Rejects Ceasefire : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર ભીષણ હુમલાની ધમકી આપી છે. એવામાં બીજી તરફ પાકિસ્તાન દ્વારા કરવામાં રહેલા મધ્યસ્થીના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા 15-મુદ્દાના શાંતિ પ્રસ્તાવને સત્તાવાર રીતે ઠુકરાવી દીધો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ દેશના દબાણ કે ધમકી હેઠળ આવીને ડીલ કરશે નહીં.

શું હતો પાકિસ્તાનનો પ્લાન?

પાકિસ્તાન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ડ્રાફ્ટમાં 45 દિવસના સીઝફાયર અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ફરીથી ખોલવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઈએ જણાવ્યું કે, ડેડલાઇન આપવી અને યુદ્ધની ધમકીઓ આપવી તે શાંતિ વાર્તાના સંકેત નથી. ઈરાન તેના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને જ કોઈ નિર્ણય લેશે.

ટ્રમ્પની 'પાવર પ્લાન્ટ ડે'ની ધમકી

આ વિવાદ એવા સમયે વકર્યો છે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે મંગળવાર, 7 એપ્રિલના રોજ ઈરાનમાં 'પાવર પ્લાન્ટ ડે' અને 'બ્રિજ ડે' હશે. આ સીધેસીધી ઈરાનના પાવર સ્ટેશનો અને પુલો પર બોમ્બમારાની ધમકી છે. ટ્રમ્પનો દાવો છે કે મંત્રણા ચાલુ છે, પરંતુ ઈરાનનું વલણ જોતાં સમજૂતીની શક્યતા નહીંવત્ દેખાઈ રહી છે. નોંધનીય છે કે ઈરાનને આપેલી ધમકીમાં ટ્રમ્પે અશ્લીલ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ રહી છે.  

ઈરાનનો ડિપ્લોમેટિક જવાબ તૈયાર

ઈરાને જણાવ્યું છે કે તેમણે અમેરિકા માટે પોતાનો જવાબ તૈયાર કરી લીધો છે અને યોગ્ય સમયે તેની જાહેરાત કરવામાં આવશે.