World

ઈરાનની હવે દક્ષિણ કોરિયાને કડક ચેતવણી, 'જો અમેરિકાનો સાથ આપ્યો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે!'

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે, ઈરાને દક્ષિણ કોરિયાને ચેતવણી આપી છે. ઈરાને જણાવ્યું કે, પર્સિયન ગલ્ફમાં અમેરિકી સૈન્ય અભિયાનોને સમર્થન આપવાથી ગંભીર પરિણામો આવશે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 64 વર્ષ જૂના સંબંધો છતાં, અમેરિકાને મદદ કરવી આક્રમકતાનું સમર્થન ગણાશે. તેમણે અન્ય દેશોને અમેરિકી દબાણ સામે ન ઝૂકવા પણ અપીલ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનની હવે દક્ષિણ કોરિયાને કડક ચેતવણી, 'જો અમેરિકાનો સાથ આપ્યો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે!'
AI Image

Iran Warns South Korea Over US Support: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશોને ચેતવણી આપી છે કે જે દેશો ઈરાનને મદદ કરશે તેમણે ભારે પરિણામો ભોગવવા પડશે. આ વૈશ્વિક દબાણ વચ્ચે ઈરાને હવે ખુલ્લેઆમ દક્ષિણ કોરિયા(રિપબ્લિક ઑફ કોરિયા)ને ચેતવણી આપી છે કે જો તેણે પર્સિયન ગલ્ફમાં અમેરિકાના સૈન્ય અભિયાનોને સમર્થન આપ્યું તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

પર્સિયન ગલ્ફમાં વિદેશી સેનાની હાજરીને આક્રમણનું સમર્થન ગણાવાશે

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિગતવાર પોસ્ટ શેર કરીને દક્ષિણ કોરિયાને પોતાની સૈન્ય ગતિવિધિઓથી દૂર રહેવા સ્પષ્ટ સંકેત આપ્યો છે. પોતાની પોસ્ટમાં ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું હતું કે:

"ઈરાન અને કોરિયા ગણરાજ્ય વચ્ચેના સંબંધો 64 વર્ષથી પણ વધુ જૂના છે અને બંને દેશો વચ્ચેના સંબંધો હંમેશાં પરસ્પર સન્માનના આધારે વિકસિત થયા છે. ઈરાન, કોરિયા સાથેના પોતાના મૈત્રીપૂર્ણ સંબંધોને ઘણું મહત્ત્વ આપે છે. જોકે, હાલમાં ઈરાનના લોકો અમેરિકાની આક્રમક કાર્યવાહીઓનો સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં જ્યારે તેઓ મહિલાઓ અને બાળકો સામેના અમેરિકી યુદ્ધ અપરાધોનો મક્કમતાથી જવાબ આપી રહ્યા છે, ત્યારે પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટમાં અન્ય કોઈપણ દેશની સૈન્ય હાજરી કે ત્યાંના મિલિટરી ઓપરેશન્સમાં ભાગીદારીને સીધા આક્રમણકારોનો સાથ આપવા સમાન જ ગણવામાં આવશે અને તેના અત્યંત ગંભીર પરિણામો આવશે."

અમેરિકાની ધમકીઓ સામે ન ઝૂકવાની સલાહ

ઈરાની પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ સાર્વભૌમ અને જવાબદાર રાષ્ટ્રે અમેરિકાના દબાણ અને ધમકીઓ સામે ઝૂકવું ન જોઈએ. તેમણે જણાવ્યું કે અન્ય દેશોએ ઈરાની પ્રજા વિરુદ્ધ અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલી આક્રમક સૈન્ય કાર્યવાહીઓ અને ભયાનક અપરાધોમાં ભાગીદાર બનવાથી બચવું જોઈએ.

6 મહિનાથી ચાલી રહ્યો છે યુદ્ધનો સિલસિલો

નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના ગઠબંધન દ્વારા ઈરાન પર હુમલાની શરૂઆત કરવામાં આવી હતી, જેને હવે 6 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે. અમેરિકા સતત હુમલાઓ કરી રહ્યું છે, જ્યારે ઈરાન પણ આક્રમક પ્રતિકાર કરી રહ્યું છે. તાજેતરમાં જ ઈરાને અમેરિકાના બે યુદ્ધ તોપો પર બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી, જેના જવાબમાં અમેરિકી દળોએ ક્રૂડ ઓઇલ લઈ જઈ રહેલા ઈરાનના 3 જહાજોને નિશાન બનાવ્યા હતા.