World

જોર્ડન પર ઇરાનનો પ્રચંડ હુમલો : અમેરિકાનાં મિલિટરી બેઇઝ પર મિસાઇલ્સ વરસાવી

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઇરાન યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. ઇરાને જોર્ડન સ્થિત અમેરિકી મુવાફક સાલ્ટી મિલિટરી બેઝ પર 10થી વધુ મિસાઈલ છોડી, જ્યાં અમેરિકી વાયુસેનાની 332મી એર એક્સપેડિશનરી વિંગ તૈનાત છે. IRGCએ અમેરિકાને ધમકી આપી કે કોઈપણ આક્રમક વલણ સામે ગલ્ફ દેશોમાં રહેલી સૈન્ય છાવણીઓ પર હુમલા થશે. ટ્રમ્પે ઇરાનને ઘૂંટણિયે પાડી ગુલામ બનાવવાની ધમકી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોર્ડન પર ઇરાનનો પ્રચંડ હુમલો : અમેરિકાનાં મિલિટરી બેઇઝ પર મિસાઇલ્સ વરસાવી

અમેરિકા-ઇરાન યુધ્ધનો અંત દેખાતો નથી
બીજી તરફ ટ્રમ્પે ધમકી આપી : 'ઇરાનમાં એવી ખાનાખરાબી કરી દેશું કે તે ઘૂંટણીએ પડી અમારૂ ગુલામ બની જશે' : આમ ભડકો ફેલાતો જાય છે

અમાન (જોર્ડન) : અમેરિકા-ઇરાન સતત એક બીજા પર હુમલા કરી રહ્યા છે. ગલ્ફ દેશોમાં રહેલા અમેરિકી મથકોને ઇરાન ટાર્ગેટ કરી રહ્યું છે. કતાર, કુવૈત, બહેરિન પર મિસાઇલ્સ છોડયા પછી ગઇકાલની (તા. ૯ અને ૧૦)ની રાત્રીએ ઇરાને જોર્ડનને નિશાન બનાવ્યું હતું. જોર્ડન સ્થિત એક અમેરિકી લશ્કરી મથક ઉપર ઇરાને આશરે ૧૦ થી વધુ મિસાઇલ્સ છોડયા હતાં.
ઇરાનના ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (આઇઆરજીસીએ) દાવો કર્યો હતો કે જોર્ડન સ્થિત અમેરિકાનાં મુવાફક સાલ્ટી મીલીટરી બેઝ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, કારણ કે ત્યાં અમેરિકી વાયુસેનાની ૩૩૨મી એર એક્સ પીડીશનરી વિંગ તૈનાત છે. તે એ વિસ્તારમાં સૌથી સબળ છે. તે ખત્મ થતાં અમેરિકાને ભારે મોટો ફટકો પડશે.
આ સાથે ઇરાનના રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે અમેરિકાને ધમકી આપી છે કે જ્યારે જ્યારે અમેરિકા કોઈ પણ આક્રમક વલણ લેશે ત્યારે ત્યારે ઇરાન એના ગલ્ફ દેશોમાં રહેલી અમેરિકી સૈન્યની છાવણીઓ ઉપર હુમલા કરશે. ઇરાને વળતા હુમલા ગઇરાત્રીએ (તા. ૯ થી ૧૦) જોર્ડન પર કર્યા હતા.
બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે અમે ઇરાનમાં એવી ખાનાખરાબી મચાવી દેશું કે તે ઘૂંટણે પડી અમારૃં ગુલામ બની જશે. આ વખતે તો ઇરાને ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે.
આમ અમેરિકા-ઇરાન યુધ્ધનો ભડકો હવે ઉત્તર સુધી (જોર્ડન સુધી) ફેલાતો જાય છે. નિરીક્ષકો કહે છે કે આ યુધ્ધનો અંત દૂર દૂર પણ દેખાતો નથી. વિશ્વ માટે આ પરિસ્થિતિ ભયાવહ બનતી જાય છે.