World

દુબઈમાં ઈરાને કરેલા હુમલાની સેટેલાઇટ તસવીરો, ડ્રોન-મિસાઇલ હુમલાથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા

By GS TEAM
2 Mar 20262 mins read
TukuTouch Logo
અત્યાર સુધી અત્યંત સુરક્ષિત ગણાતું દુબઈ પણ ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ભેખડે ભરાઈ ગયું છે. આજે પણ દુબઈ રોકાણકારો અને પ્રવાસીઓ માટે સૌથી ઉત્તમ ગણાય છે. અહીં બે સેટેલાઇટ તસવીરો જાહેર કરાઈ છે, જે પામ જુમેરાહ અને બુર્જ અલ અરબ જેવા પોશ વિસ્તારની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુબઈમાં ઈરાને કરેલા હુમલાની સેટેલાઇટ તસવીરો, ડ્રોન-મિસાઇલ હુમલાથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા

Satellite Pics Show Black Smoke Over Dubai: અત્યાર સુધી અત્યંત સુરક્ષિત ગણાતું દુબઈ પણ ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધમાં ભેખડે ભરાઈ ગયું છે. આજે પણ દુબઈ રોકાણકારો અને પ્રવાસીઓ માટે સૌથી ઉત્તમ ગણાય છે. અહીં બે સેટેલાઇટ તસવીરો જાહેર કરાઈ છે, જે પામ જુમેરાહ અને બુર્જ અલ અરબ જેવા પોશ વિસ્તારની છે.

હવાઈ હુમલાનું જોખમ

24 ફેબ્રુઆરી અને 1 માર્ચની આ સેટેલાઇટ તસવીરોમાં જોઈ શકાય છે કે, દુબઈમાં પણ હવાઈ હુમલાને પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. જે આ વિસ્તારમાં થયેલા હુમલા અથવા તો મિસાઇલ ઇન્ટરસેપ્શન (હવામાં તોડી પાડવા) ના પરિણામ હોઈ શકે છે. શારજાહ અને બહેરીન જેવા શહેરોમાં પણ વિસ્ફોટોના અવાજો સંભળાયા હોવાના અહેવાલ છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


UAEના નાગરિકો માટે 3 માર્ચ સુધી નવી એડવાઇઝરી

ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાને વળતા પ્રહાર શરુ કર્યા છે, જે અંતર્ગત પાડોશી દેશમાં અમેરિકાના મિલિટરી બેઝ પર પણ હુમલા કરાઈ રહ્યા છે. આ સ્થિતિમાં યુએઈ સરકારે 3 માર્ચ સુધી તમામને વર્ક ફ્રોમ હોમ કરવાનું સૂચન કર્યું છે.

આ પણ વાંચો: ઈરાનમાં યુદ્ધ વચ્ચે પાકિસ્તાન સળગ્યું! અમેરિકાની એમ્બેસી પર હુમલા બાદ 35ના મોત

દુબઈમાં તણાવ વધતાં આર્થિક સંકટની ભીતિ

ઈરાન તરફથી થઈ રહેલા આ હુમલાઓએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે, કારણ કે દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય વ્યાપારી કેન્દ્રો જો આ યુદ્ધની લપેટમાં આવશે તો તેની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને વિમાન સેવાઓ પર પડશે. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદાય શાંતિની અપીલ કરી રહ્યો છે, પરંતુ ઈરાનના આક્રમક વલણને જોતાં ખાડી દેશોમાં દહેશતનો માહોલ છે.