World

ઇરાન ઝડપભેર શસ્ત્રો બનાવી રહ્યું છે : ડ્રોન વધારી રહ્યું છે : અમેરિકાને મુંહતોડ જવાબ આપવાની તૈયારી કરે છે ?

By GS Team
22 May 20261 min read
ઇરાન ઝડપભેર શસ્ત્રો બનાવી રહ્યું છે : ડ્રોન વધારી રહ્યું છે : અમેરિકાને મુંહતોડ જવાબ આપવાની તૈયારી કરે છે ?

- છેલ્લા દોઢ મહિનાથી અમેરિકા- ઇઝરાયલ હુમલાને લીધે ઇરાનને ભારે નુકસાન થયું છે છતાં નમવા તૈયાર નથી : સૈન્ય શક્તિ વધારી રહ્યું છે

તહેરાન : ઇરાન ફરી પોતાને 'તૈયાર' કરવામાં લાગી પડયું છે : છેલ્લા દોઢ-મહિનાથી અમેરિકા- ઇઝરાયલના હુમલાને લીધે ઇરાનને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં તે પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે.

સી.એન.એન.ના રિપોર્ટ પ્રમાણે ઇરાન ધાર્યા કરતા વધુ ઝડપે સેનાકીય શક્તિ વધારી રહ્યું છે. સૂત્રોનો હવાલો આપતાં સીએનએન જણાવે છે કે યુદ્ધ-વિરામ દરમિયાન ઇરાને ડ્રોન- પ્રોડક્શન ફરી મોટા પાયે શરૂ કરી દીધું છે.

આ રીપોર્ટમાં અમેરિકાની જાસૂસી એજન્સીએ આપેલી ચેતવણી પણ દર્શાવી છે તેમાં જણાવ્યું છે કે, ઇરાને ડ્રોન બનાવવાની સમય રેખાથી વહેલું ડ્રોનનું ઉત્પાદન કરી રહ્યું છે.  ઉપરાંત મિસાઇલ સાઇટ્સ, લોન્ચર્સ અને મુખ્ય વેપન સીસ્ટીમ જ બદલી રહ્યું છે. જે સીસ્ટીમ વાસ્તવમાં ઇઝરાયેલ- અમેરિકાના ૨૮મી ફેબુ્રઆરીએ કરાયેલા હુમલામાં નષ્ટ કરાઈ હતી.

આ રીપોર્ટ તેવા સમયે આવ્યો છે કે, જ્યારે આ યુદ્ધ બંધ કરવા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ ઇરાનના વિદેશમંત્રી અરાઘચી સાથે મંત્રણા કરી હતી. નકવી ઇરાન તે સમયે ગયા હતા કે જ્યારે મંગળવારે ટ્રમ્પે ધમકી ઉચ્ચારી હતી કે જો, સમજૂતી નહિ સધાય તો થોડા દિવસોમાં જ ઇરાન ઉપર પ્રચંડ હુમલો કરાશે.