Get The App

ઈરાનની સરકાર વિરોધ કરનારી મહિલાને ફાંસીએ લટકાવશે

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનની સરકાર વિરોધ  કરનારી મહિલાને ફાંસીએ લટકાવશે 1 - image

- મહિલાના પતિને પણ કોર્ટે ફાંસીની સજા આપી

- બીતા હેમ્મતી નામની મહિલા પર વિસ્ફોટક પદાર્થો રાખવાનો, સુરક્ષાદળો પર હુમલો કરવાનો આરોપ

તેહરાન : જાન્યુઆરીમાં ઈરાન થયેલા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા તમામ સામે ઈરાનની સરકારે કડકાઈથી કામ લેવાનું શરૂ કર્યું છે. અગાઉ ઘણાં યુવાનોને વિરોધ પ્રદર્શનો કરવાના આરોપમાં ફાંસીએ લટકાવી દેવાયા છે. હવે એક મહિલાને પણ ફાંસીએ લટકાવવાની તૈયારી શરૂ થઈ છે.

બીતા હેમ્મત નામની મહિલાએ ઈરાનની સરકારના વિરોધમાં જાન્યુઆરી માસમાં થયેલા પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. તેની ધરપકડ કરીને સરકારે કેસ ચલાવ્યો હતો. તેના પર વિસ્ફોટકો અને હથિયારો રાખવાનો, સુરક્ષાદળો પર હુમલો કરવાનો, જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરીને સરકારી પ્રોપર્ટીને આગ લગાડવાનો અને લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.

નેશનલ કાઉન્સિલ ઓફ રેજિસ્ટેન્ટ ઓફ ઈરાનના કહેવા પ્રમાણે બીતા પર ગંભીર આરોપો સાબિત થયા છે અને તેને મોતની સજા આપવામાં આવી છે. હવે તેને ટૂંક સમયમાં ફાંસીએ લટકાવી દેવાશે. બિતા ઉપરાંત તેના પતિ મોહમ્મદરેજા મજીદ અસ્લ અને તેમના બે સંબંધીઓને પણ ફાંસીની સજા અપાશે. ઈરાનના અધિકારીઓએ કહ્યું હતું કે ડિસેમ્બર-જાન્યુઆરીમાં થયેલા વિરોધ પ્રદર્શનો દેશની સુરક્ષા માટે ખતરા સમાન હતા. એ વિરોધ પ્રદર્શનો ઈઝરાયલ અને અમેરિકાના ઈશારે દેશને અસ્થિર કરવા માટે થયા હતા. વિરોધ પ્રદર્શનો સામે ઈરાનના સૈન્યએ કરેલી કાર્યવાહીમાં હજારો લોકોનાં મોત થયા હતા અને ૧૦ હજારથી વધારેની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાને અત્યાર સુધીમાં ૧૬૩૯ લોકોને ફાંસી આપી દીધી છે.